તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મોગાર રોડ પર ભાજપના અગ્રણીની કારને અકસ્માત નડતા ગંભીર ઈજા

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમલસાડથી પરત ઘરે આવતા ઝાડ સાથે કાર અથડાતા કારે પલટી મારી

નવસારીના વિપુલભાઈ મહેતા (ઉ.વ. 54, રહે. જમનાપાર્ક સોસાયટી, જમાલપોર, નવસારી) પરિવાર સાથે રહે છે. તેઓ ઘણા વખતથી ભાજપના સંગઠન સાથે જોડાયેલા છે. તેઓ શુક્રવારે અમલસાડમાં રહેતા પિતાને મળવા ગયા હતા. સાંજે કાર (નં. GJ-21-CB-6508) લઈને અમલસાડથી પરત વાયા મોગાર રોડથી નવસારી આવતા હતા. મોગાર ગામની સીમમાં આવતા અચાનક વિપુલ મહેતાએ કાર પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ ડાબેથી જમણી બાજુ રસ્તા તરફ પલટી મારી ગઈ હતી. જેમાં બેસેલા વિપુલ મહેતાને માથા અને હાથનાં ભાગે ઈજા થઈ હતી. કારનાં બોનેટનો ભુક્કો થઈ ગયો હતો અને અકસ્માતની જાણ થતા ત્યાંથી પસાર થતા સ્થાનિકોએ વિપુલભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિપુલભાઈ મહેતા
વિપુલભાઈ મહેતા

અમલસાડમાં ભાજપ સંગઠકની જવાબદારી સંભાળે છે
વિપુલભાઈ મહેતા અમલસાડ પંથકમાં ભાજપનાં મુખ્ય સંગઠકની જવાબદારી અદા કરે છે. સાંસદ સી.આર.પાટીલનાં ખાસ માણસ તરીકે તેમની છાપ છે અને તેઓ અમલસાડ, ગણદેવી, ચીખલી જેવા વિસ્તારોમાં ભાજપને મજબૂત કરવા તેમની જવાબદારી સુપેરે બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...