તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડીનો મામલો:બીલીમોરાના 60 લાખના ગોલ્ડ ખરીદી કેસમાં ભાજપનો નેતા હાજર થયો, પોલીસે રિમાન્ડ દરમિયાન 1200 ગ્રામ સોનું રિકવર કર્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હર્ષિલ નાયકે 1200 ગ્રામ સોનું બેંકમાં મુકી લોન લીધી હોવાનો ખુલાસો
  • આરોપી હર્ષિલ નાયક ગણદેવી તાલુકા પંચાયત બેઠકનો સભ્ય

બીલીમોરાનાં આર.એ. પરીખ જવેલર્સમાંથી બે વર્ષ અગાઉ 170 તોલો વજનનાં સોનાનાં દાગીના ખરીદી કરનાર અરીશમા પટેલ અને તેનો ભાઈ જયમીન પટેલે એ કુલ રૂ 60.71 લાખ નહી ચુકવતાં , આર.એ. પરીખ જવેલર્સનાં સંચાલક શેતલ માંડલીયાએ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધી બંને આરોપી ભાઈ બહેનની ધરપકડ કરી હતી . અને તેમનાં રિમાન્ડ મેળવ્યા હતા,જેમાં મુખ્ય આરોપી અરિશ્મા પટેલે ખરીદી કરેલા સોનાના 170 તોલા દાગીના પૈકી કેટલાક દાગીના પોતાના પુરૂષમિત્ર અને ગણદેવી તાલુકા પંચાયત બેઠકનાં ભાજપનાં સભ્ય હર્ષિલ જયેશભાઈ નાયક ને આપ્યા હોવાની કબૂલાત કરી હતી, જેને પગલે આરોપી હર્ષિલ નાયક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પોલીસે તેની શોધખોળ કરી હતી.

પોલીસે 1200 ગ્રામ સોનુ રિકવર કર્યું

છેતરપીંડી માં નામ ખુલ્યાથી 18માં દિવસે તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું . પોલીસે તેને ગણદેવી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે આરોપીનાં તા.19 મી જુન સુધીનાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આરોપી હર્ષિલ નાયક પાસેથી 1200 ગ્રામ જેટલું સોનુ રિકવર કર્યું છે અને તેણે રિમાન્ડ દરમિયાન જણાવ્યું છે કે આ સોનુ તેણે મુથૂટ ફાઇનાન્સ માં અલગ-અલગ નામે લોન લીધી હતી અને ભૂગર્ભમાં ઉતરી ને તેણે આ તમામ લોન બંધ કરીને સોનુ બેન્કમાંથી રિકવર કરી પોલીસને જમા કરાવ્યું છે. હાલમાં આરોપી પાસે 1200 ગ્રામ જેટલું સોનું તેની પાસે હતું તેવી કબુલાત કરી છે હજી બે દિવસના રિમાન્ડ દરમિયાન વધુ વિગત બહાર આવી શકે તેમ તપાસકર્તા અધિકારી કે.એમ વસાવાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...