તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખોપતિ ઉમેદવાર:વિજલપોર પાલિકાના વોર્ડ 11ના 7 ચોપડી ભણેલા ભાજપના મહિલા ઉમેદવાર 150 મહિલાને રોજગારી આપે છે, વાર્ષિક રૂ. 40 લાખનું ટર્નઓવર

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાપડ ઉદ્યોગ થકી સ્થાનિક મહિલાઓને લીલાબેન રોજગારી આપે છે - Divya Bhaskar
પાપડ ઉદ્યોગ થકી સ્થાનિક મહિલાઓને લીલાબેન રોજગારી આપે છે
 • 1995માં એક ટર્મમાં ભાજપના ઉમેદવાર રહેલા લીલાબેન હવે 25 વર્ષ બાદ ફરીવાર ચૂંટણી જંગમાં ઉતર્યા છે

બુદ્ધિમત્તા પર કોઈનો ઇજારો નથી એ તો માણસજાત માં સ્વયંભૂ ખીલી ઉઠે છે. ચાહે આઈઆઈએમનો વિદ્યાર્થી હોય કે પ્રાથમિક શિક્ષણ મેળવેલો હોય. નવસારી વિજલપોર પાલિકાની વોર્ડ નંબર 11ની ભાજપની ઉમેદવાર લીલાબેન ઠાકુર જે માત્ર 7 ચોપડીનો અભ્યાસ કર્યો છે અને પાપડ ઉદ્યોગ સ્થાપીને 150 મહિલાને રોજગારી આપી છે અને હવે રાજકારણમાં સેવા કરવા પ્રવેશ લીધો છે.

પતિની નાદુરસ્ત તબિયતે ઉદ્યોગ સાહસિક બનાવ્યા
આ એક એવી ભાજપાની મહિલા ઉમેદવાર છે કે જેઓ પોતાના પતિની નાદુરસ્ત તબિયતને લઈને એકલા હાથે ઝઝૂમવાનો નિર્ણય કર્યો અને લિજ્જત પાપડમાં કામ કર્યા બાદ લીલાબેન ઠાકુરે 15 વર્ષ પહેલાં પોતાના નામે લીલાબેન પાપડવાળા તરીકે રોજગાર શરૂ કર્યો હતો. ભલે ઓછું ભણેલા પણ સૂઝબુઝ ડિગ્રીધારીઓને શરમાવે એવી હતી અને પાપડ ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરીને આયોજનમાં નંબર વન રહ્યા છે. સાથે લોકસેવા પરમોધર્મ તરીકે પણ માનીને લોકડાઉનમાં વોર્ડના નાગરિકોના સાચા સાથી બન્યા હતા. અને એજ કામગીરીઓ જોઈને મૂળ ભાજપના લીલાબેન આજે ઉમેદવાર તરીકે લોક માંગણીને લઈને ઉભા થયા છે. ત્યારે પોતાની આવડતને લઈને મોટું અમ્પાયર ઉભું કરનાર લીલાબેન હવે પાલિકામાં આવીને સેવિકાની ભૂમિકા ભજવવા માટે થનથની રહ્યા છે. ત્યારે લીલાબેન પાપડ ઉદ્યોગમાં સફળ રહ્યા છે તો રાજકારણમાં પણ પાવરધા સાબિત થશે એવી પંથકના લોકોની લાગણી છે.

લીલાબેન પાપડ ઉદ્યોગમાં પાવરધા થયા બાદ હવે રાજકારણના રસ્તે
લીલાબેન પાપડ ઉદ્યોગમાં પાવરધા થયા બાદ હવે રાજકારણના રસ્તે

કોઠાસૂઝના આધારે સફળતા મેળવી
1995માં એક ટર્મમાં ભાજપના ઉમેદવાર રહેલા લીલાબેન હવે 25 વર્ષ બાદ ફરીવાર ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને વેપાર અને પરિવારની જવાબદારીમાંથી સમય મેળવીને સ્થાનિક પ્રશ્નો ઉકેલવાની તેમની તૈયારી છે, ત્યારે ભણતર તો જરૂરી છે જ પણ જો તેનો અભાવ હોય તો કોઠાસૂઝના આધારે સફળતા મેળવી શકાય છે.

15 વર્ષ અગાઉ લીલાબેન પાપડવાળા નામે ઉઘમ શરૂ કર્યું
15 વર્ષ અગાઉ લીલાબેન પાપડવાળા નામે ઉઘમ શરૂ કર્યું
150 જેટલી મહિલાઓ લીલાબેન પાપડવાળા સાથે કામ કરીને રોજગારી મેળવે છે
150 જેટલી મહિલાઓ લીલાબેન પાપડવાળા સાથે કામ કરીને રોજગારી મેળવે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો