નવસારી જિલ્લા ભાજપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાર્યાલય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ હાજર રહ્યા હતા અને સૌ કાર્યકરોએ મળીને વિશ્વ અને હરિયાળું રાખવા શપથ લીધા હતા. સાથે જ કમલમ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં શહેરના જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની અછત ન પડે તે માટે અને કાર્યકરોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી નારાજ નગરસેવક ગેરહાજરનવસારી વિજલપોર પાલિકામાં સમિતિની રચના બાદ નગરસેવકોને હોદ્દા આપવાને લઈને થોડા દિવસ પહેલા વિવાદે જન્મ લીધો હતો.
સકલનમાં જે નામ નક્કી થયા હતા તે નામો રાતોરાત બદલાઈ જતા ઓનલાઈન સામાન્ય સભા માંથી 20 સભ્યો લેફ્ટ થયા હતા. જે બાદ પાંચ વોર્ડના 20 નગરસેવકોને મળેલા હોદ્દાઓ હજુ સુધી સામુહિક રીતે સ્વીકાર્યા નથી જેથી પાલિકામાં બે જૂથ આમને સામને હોય તેવી શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે વૃક્ષારોપણમાં 20 નારાજ નગરસેવકોની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી.નારાજ નગરસેવક પાસેથી મળેલી માહિતી મુજબ જ્યાં સુધી પાર્ટી સંકલનમાં લીધેલા પહેલા નિર્ણય મુજબ હોદ્દો ન મળે ત્યાં સુધી પાંચ વોર્ડના 20 નગર સેવકો હોદ્દો ન સ્વીકારી મૌન વિરોધ કરશે. આ સમગ્ર મુદ્દે જ્યાં સુધી ધારાસભ્ય પિયુષ દેસાઈ જૂથ અને જલાલપુરના ધારાસભ્ય આર.સી પટેલ જૂથમાં જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી વિજલપુર સહિત જલાલપુરમાં સમાવેશ નગરસેવકો પોતાનો વિરોધ વ્યક્ત કરતા રહેશે તેવી વાતો શહેરમાં ચર્ચાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.