નવસારી જિલ્લામાં 4 જેટલા મૃત કાગડાઓના બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. અગમચેતી પગલા લેતા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કલેકટર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં વાંસદા તાલુકાના મનપુર અને ચીખલી તાલુકાના સીયાદા ગામના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. 1 કિલોમીટરની ત્રિજ્યામાં પોલ્ટ્રી ફાર્મની વસ્તુઓ તેમજ મરઘા, મરેલા મરઘા, ઈંડા સહિતની વસ્તુઓ લાવવા લઇ જવા પર વહીવટી તંત્રએ પ્રતિબંધિત ફરમાવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.