તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક વસૂલાત:બીલમોરા નગરપાલિકાએ રજાના દિવસે પણ બાકી વેરાની વસૂલાત કરી, એક જ દિવસમાં સાત લાખની વસૂલાત, સાત પ્રોપર્ટી સીલ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને પોતાનો બાકી વેરો સમયસર ભરવા અપીલ

બીલીમોરા નગરપાલિકાએ માર્ચે એન્ડીંગ પહેલા બાકી વેરાની વસૂલાત પૂર્ણ કરવા કડક વસૂલાત હાથ ધરી છે. આજે રવીવારે રજાનો દિવસ હોવા છતા નગરપાલિકાના સ્ટાફે બાકી વેરાની વસૂલાત હાથ ધરી હતી. આજે એક જ દિવસમાં સાત લાખની વસૂલાત કરવામા આવી હતી. તો સાત મિલ્કતો પણ સીલ કરવામા આવી હતી.

બિલીમોરા નગરપાલિકા શહેરમાં મિલ્કતવેરો ઘણા વર્ષોથી બાકી હોય અને સંપર્ક કરવા છતા કોઇ જવાબ નહિ મળતા પાલિકા દ્વારા રિક્ષા મારફતે 31 માર્ચ સુધીમાં વેરો ભરવા એનાઉન્સમેંટ પણ કરાવવામાં આવ્યું હતી. તેમ છતા મોટે ભાગના વેરાધારકોએ વેરા ભરવા બાબતે ઉદાનસીનતા સામે આવી હતી, એટલે રવિવાર રજા હોવા છતાં બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર વિનય ડામોર તેમજ તેમના કર્મચારીઓ દ્વારા બાકી વેરાધારકોની પ્રોપર્ટી સીલ કરાઈ હતી.

આજ ના પ્રથમ દિને કુલ 7 લાખની વસુલાત તેમજ બીલીમોરાની 7 પ્રોપર્ટીને સીલ મારવામાં આવી છે. વર્ષો બાદ પછી બીલીમોરાના વિસ્તારમાં સીલ ની કામગીરી થઈ હતી. 31 માર્ચમાં હજી પણ 3 દિવસ બાકી છે ત્યારે જનતાને પાલિકાએ અપીલ કરી છે કે વહેલી તકે પોતપોતાનો વેરો ભરે. તેમજ નગરપાલિકા વેરા શાખા રજાના દિવસે પણ ચાલુ રાખી પાલિકા આક્રમક મિજાઝ માં આવી છે,

હવે પછી સરકારી જગ્યા તેમજ પોલિટિકલ વ્યકિતઓના વેરા બાકી હોય તો પાલિકા દ્વારા વેરા વસુલાત કેવી રીતે કરશે એ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો