તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમીની ભેટ:બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન 4 સપ્ટેમ્બરથી ચાલુ થશે, રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા જાહેરાત કરાઈ

નવસારીએક મહિનો પહેલા
  • ટ્રેન શરૂ થવાની જાહેરાતના પગલે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો
  • અંગ્રેજોના સમયથી ચાલી રહી છે ટ્રેન

ભારતમાં અંગ્રેજોનું શાસન હતું તે સમયે શરૂ કરેલી નેરોગેજ ટ્રેન આજ સુધી આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. બાપુ કી ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેર સાથે જોડે છે ત્યારે છેલ્લા અનેક સમયથી બંધ પડેલી નેરોગેજ ટ્રેનને જન્માષ્ટમીને દિવસે રાજ્યમંત્રી દર્શના જરદોશે શરૂ કરવાના જાહેરાત કરી છે.અંગ્રેજોને ડાંગ જિલ્લામાંથી લાકડાઓ લાવવા અને લઇ જવા માટે ટ્રેન ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી સમય જતા આ ટ્રેનને આદિવાસીઓના પરિવહન માટે પણ ઉપયોગમાં લેવામાં આવતી હતી.

રેલ રાજયમંત્રી દર્શન જરદોષ દ્વારા જાહેરાત થઈ
રેલ રાજયમંત્રી દર્શન જરદોષ દ્વારા જાહેરાત થઈ

સમયની સાથે ટ્રેન આદિવાસીઓ માટે જીવાદોરી સમાન બની ગઈ હતી, રેલવે વિભાગ દ્વારા ખોટનું કારણ આગળ ધરીને એકાએક બંધ કરી દેતા આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.આદિવાસી સમાજ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અનેક વખત આંદોલન ઉપવાસ અને વિરોધ કરીને આ ટ્રેન શરૂ થાય તે માટેના પ્રયાસો કર્યા હતા. આશરે ચાર માસ અગાઉ વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ દ્વારા બીલીમોરાથી વઘઇ સુધી એક એસી કોચ નું ટ્રાયલ રન પણ કર્યું હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી સુરતના સાંસદ દર્શના જરદોશને રેલવેના રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી મળતા ત્વરિત નેરોગેજ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાહેરાત થી આનંદના પ્રસર્યો છે.

ટ્રેન શરૂ થાય તે માટે ઉગ્ર આંદોલન કરનારા અને ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ સમગ્ર આદિવાસી સમાજને એકજુટ થઇને નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટે પ્રયત્નો કર્યા હતા તેના ફળ સ્વરૂપે રેલવે વિભાગે નેરોગેજ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. સાથે જ હવે આ ટ્રેનનો બીજો ટ્રેક નખાઈ અને ટ્રેનને મનમાંડ સુધી લંબાવવામાં આવે તેની પણ રજૂઆત આદિવાસી સમાજ કરશે આ નિર્ણયથી આદિવાસી સમાજમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...