પોલંપોલ:બીલીમોરામાં નમી ગયેલો વીજપોલ હટાવવાની રજૂઆત બે અસર, વીજપોલ દુરસ્ત કરાયો નથી

નવસારી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે ચોમાસાને ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બધી એજન્સીઓએ પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. જેમાં જીઈબી, પાલિકા દ્વારા કામગીરી આરંભી દીધી છે ત્યારે જોખમી વીજપોલ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે ત્યારે બીલીમોરા વિઠ્ઠલનગર ખાતે આવેલા માર્ગ પર જોખમી વીજપોલ નવા દુરસ્ત કરાવવા માટે પાલિકા સભ્ય અરવિંદભાઈએ જીઈબીને એક પત્ર લખી જાણ કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક હાઈટેન્શન પોલ એક તરફ વધુ પડતો નમી પડ્યો છે, જે આગામી દિવસોમાં જોખમ ઉભું કરી શકે તેમ છે. આ નમી પડેલા જોખમી વીજપોલને વહેલી તકે દુરસ્ત કરાવવા માટે અરજી કરી હતી. આ માર્ગ પરથી રોજના અનેક માણસો આવનજાવન કરે છે. જેથી કોઈ દુર્ઘટના સર્જાય તો જોખમ ઉભું થાય એમ છે. જોકે બે સપ્તાહ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી વીજપોલ દુરસ્ત કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...