કોરોના સંક્રમણ:બીલીમોરા પાલિકા કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારી જિલ્લામાં વધુ 1 કેસ બહાર આવ્યો

નવસારી જિલ્લામાં શુક્રવારે કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. બીલીમોરાનો સફાઈ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક્ટિવ કેસ વધીને 3 થઈ ગયા છે. બીલીમોરા પાલિકાના 46 વર્ષીય સફાઈ કર્મચારીનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે બિમારીના વધુ લક્ષણ નહીં જણાતા હોમ આઇસોલેશનમાં જ રાખવામાં આવ્યા છે.

વધુ એક કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 11934 થઈ છે. કુલ રિકવર સંખ્યા 11721 જ રહી છે. વધુ એક કેસની સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ છે, જેમાં 2 હોમ આઇસોલેશનમાં છે અને 1 દર્દી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી જિલ્લામાં કોરોનાના કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. નવસારી જિલ્લામાં જ્યાં તાજેતરના દિવસોમાં એકલદોકલ કેસને લઈને એક્ટિવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...