બેદરકારી:બીલીમોરા શહેરના ભાજપ નેતાઓ બન્યા બેફામ, જન્મદિનની ઉજવણીના ફોટા થયા વાયરલ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ મહામંત્રી મનહર પટેલે મોટી સંખ્યામાં યુવાનો સાથે જન્મદિનની ઉજવણી કરી

કોરોનાની ઉઠેલી બીજી લહેરમાં અનેક દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં અનેક પરીવારો બે સહારા બન્યા છે. અને ઘરને મોભી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોના થોડો હળવો થતાં લોકોએ તેનો ગેરલાભ લેવાનું શરૂ થયું હોય તેમ બેદરકારીના વીડિયો અને ફોટાઓ વાયરલ થતા રહે છે. જેમાં બીલીમોરા વિસ્તારમાં ભાજપના નેતાઓ માસ્ક વગર જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.નવસારી ભાજપના નેતાઓની બેદરકારી સામે આવીબીલીમોરા શહેર ભાજપ મહામંત્રી મનહર પટેલે મોટી સંખ્યામાં યુવાનો સાથે જન્મદિનની ઉજવણી કરી હોય તેવા ફોટાઓ સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યા હતા. જે વાયરલ થયા છે. જન્મદિનની ઉજવણીમાં હાજર તમામ યુવાનો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફોટા વાયરલ થયા છે. કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ નવસારી ભાજપના નેતાઓની બેદરકારી સામે આવી છે.

સાંસદ સી.આર.પાટીલની સૂચનાનો કોઈ ડર રહ્યો નથી

નવસારી ભાજપના નેતાઓ અવારનવાર કોરોના નિયમોની અવગણના કરતા જોવા મળે છે. નવસારીના બીલીમોરા ભાજપના નેતાઓને પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલની સૂચનાનો કોઈ ડર રહ્યો નથી. બીલીમોરા ભાજપના નેતાઓ તેમજ પાલિકાના સત્તાધીશો અવારનવાર વિવાદોમાં આવી રહ્યાં છે. તેમ છતાં કોઈ શિક્ષાત્મક પાગલ લેવાય નથી.

અન્ય સમાચારો પણ છે...