બાઇક ચોર ઝડપાયા:કડોદરા અને વલસાડમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, 2 બાઇક સાથે ત્રણ શખ્સોની ધરપકડ

નવસારી5 મહિનો પહેલા
  • નંબર વગરની બાઇક લઇને ફરવા નીકળતા ચોરીનો ભેદ ઉકેલાયો

બાઈક ચોરીની ફરિયાદ દક્ષિણ ગુજરાતમાં વધવા પામી છે. જેને લઇને જે-તે પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના કેસમાં વધારો થયો છે. જેને પગલે નવસારી એલસીબીએ કડોદરા અને વલસાડ જિલ્લામાંથી ચોરી થયેલી 2 બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સાથે ત્રણ બાઈક ચોરોની ધરપકડ પણ કરવામાં આવી છે.

LCB ટીમ ગ્રીડ હાઇવે પાસે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન 19 વર્ષીય મહેશ હળપતિ બજાજ ડિસ્કવર મોટરસાયકલ સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની પૂછપરછ કરતાં તેણે કડોદરાના રાજસ્થાન ટ્રાન્સપોર્ટ ખાતેથી ચોરી કરી લાવી અરૂણ હળપતિને વાપરવા આપી હોવાની વાત કરી હતી. સાથે સીડી હન્ડ્રેડ મોટરસાઇકલ પણ ચોરી કર્યાનો ખુલાસો થયો હતો. જેથી એલસીબીએ 3 આરોપીઓ અને 2 બાઇકને ઝડપતાં વલસાડના દાતી અને કામરેજની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર કેસની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...