તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વિશ્વ સાયકલ દિવસ:ટૂંકા અંતરના કામો માટે સાયકલનો વિકલ્પ યોગ્ય

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ સાયકલિંગ કરવાથી સ્નાયુઓ અને હૃદય મજબૂત બને છે

આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ છે. યુએનઓએ વર્ષ 2018માં આ ઘોષણા કરી હતી. નવસારીમાં સાયકલિસ્ટ જશુભાઈ નાયકે સાયકલ અને આપણુ જીવન વિશે વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોલેજ અભ્યાસથી અધ્યાપક-અધ્યાપન મિશનમાં અને આજે નિવૃત્તિના દિવસોમાં પણ સાયકલ પર પ્રવાસ કરે છે. વર્તમાન સમયમાં જે હાડમારીઓ છે અર્થકારણ, પર્યાવરણ અને તંદુરસ્તીમાં સાયકલ પ્રવાસી રહેવું એના ઘણાં લાભો છે. મધ્યવર્ગના કુટુંબો માટે ઉપકારક વાત બની છે. પેટ્રોલ-ડીઝલ, વાહનોની મરામતના ખર્ચ સામે ટૂંકા અંતરના કામો માટે સાયકલનો વિકલ્પ સ્વીકારવો જ રહ્યો.

આરોગ્યની રીતે તેમણે અનુભવ્યું છે કે સાયકલ પ્રવાસથી તાજગીપણ સતત મળતું રહે છે. જ્યારે રસ્તા પરથી સાયકલ પર પસાર થઈએ ત્યારે ખુલ્લાપણાનો જે અહેસાસ થાય સાથે તમને ઘણું જોવાનું મળે તે અનન્ય છે. સતત સાયકલ ચલાવવાના કારણે લગભગ કલાકદીઠ 300 જેટલી કેલરી બળે છે. વજન ઘટાડવા, શરીરને સારૂ બનાવવા સાયકલિંગ શ્રેષ્ઠ ઉપાય છે. બ્રિટીશ મેડિકલ એસો.ના એક અભ્યાસ કહે છે કે સાયકલિસ્ટો પર હૃદયરોગના હુમલાનું જોખમ 50 ટકા ઓછુ હોય છે. ટ્રાફિકમાં પણ સાયકલ પર ઝડપથી પસાર થઈ કામ નીપટાવી શકાય છે. આજે વિવિધ પ્રકારના અભિયાનો-સમાજના સંગઠનો-જૂથો લઈને ચાલે છે તેમાં પ્રચાર-પ્રસાર માટે સંપર્ક જરૂરી છે.

અહીં સાયકલને જ તમારી સાથી બનાવવી જ પડશે. ભારતમાં 100 વ્યક્તિએ 6 સાયકલ છે. ભારતમાં કેટલાક પરિવાર નાના બાળક માટે સાયકલ ખરીદે છે પછી તે ધૂળ ખાય છે. બાળક 18 વર્ષ નજીક પહોંચે તે પહેલા દ્વિચક્રી વાહન ફેરવતા થઈ જાય છે, મા-બાપ ગૌરવ માને છે તે ખોટુ થઈ રહ્યું છે. દરેક પરિવારે નાના કામો માટે સાયકલનો ઉપયોગ વધુ કરવો જોઈએ, જે આપણા અર્થકારણ, પર્યાવરણ અને તંદુરસ્તીને લાભપ્રદ છે. બસ સાયકલ ચલાવવો એ અભિયાનની જરૂર છે.

સ્વસ્થ રહેવા સાયકલિંગ કરવું જોઇએ
મોટી ઉંમર પછી વોકિંગ કરવું મુશ્કેલ પડતું હોય તો સાયકલિંગ કરી શકાય. ખાસ કરીને ઘૂંટણ કે કમરનો દુ:ખાવો હોય તેવા ઉંમરલાયક લોકો માટે સાયકલિંગ મોટો ઉપાય છે. તેનાથી હાર્ટ મજબૂત બને છે. હાલના તબક્કે સાયકલના ઘણા બધા પ્રકારો બજારમાં ઉપલબ્ધ છે. રૂ. 4000થી લઇ 10 લાખ સુધીની સાયકલો હવે મળી રહે છે. જે ખૂબ જ સરળતાથી સ્વાસ્થ્યને મજબૂત રાખે છે.

પ્રોફેશનલ સાયકલિસ્ટો સાયકલને ખૂબ મહત્વ આપે છે. રોજબરોજ સાયકલિંગથી શરીર મજબૂત રહે છે. જે લોકો સાયકલમાં રસ ધરાવતા હોય તેમણે સ્ટીલ, એલ્યુમીનીયમ વગેરે ધાતુની સાયકલો ખૂબ વજનમાં હલકી હોય તેવી સાયકલનો ઉપયોગ કરી સાયકલિંગ કરવું જોઇએ. - બોમી જાગીરદાર, સાયકલિસ્ટ અને આચાર્ય, નવસારી

અન્ય સમાચારો પણ છે...