કનેરા ગામના પુનિત મંડળ દ્વારા કનેરા ગામની પ્રાથમિક શાળા પટાંગણમાં ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને જલાલપોર તાલુકા પંચાયતના દંડક અને પનાર સીટ સદ્સ્ય હિરેન પટેલના હસ્તે રિબિન કાપીને તથા સંજય પટેલના હસ્તે વોલીબોલની સર્વિસ કરાવી તેમજ મહાનુભાવોના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં 19 ટીમે ભાગ લીધો હતો. તે પૈકીની શિવમ કે.પી.ભીમપોરની ટીમ અને ઓંજલ-માછીવાડની ટીમને ફાઈનલ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
આ બંને ટીમ વચ્ચે રસાકસીભર્યા માહોલમાં રમાયેલી ફાઈનલ મેચમાં અંતે શિવમ કે.પી.ભીમપોરની ટીમે ઓંજલ-માછીવાડની ટીમને પરાસ્ત કરી ચેમ્પિયનશીપ હાંસલ કરી લીધી હતી. મેચના અંતે યોજાયેલા ઈનામ વિતરણ સમારંભમાં શિવમ કે.પી.ભીમપોરની ટીમના ખેલાડી સમર્થ પટેલ તથા બેસ્ટ ફિલ્ડર તરીકે યશ તેમજ બેસ્ટ લિફટર તરીકે વિશયના નામોની જાહેરાત થતાં આ તમામ ખેલાડીઓને તેમજ ફાનલ વિજેતા ટીમના કેપ્ટન અને રનર્સઅપ ટીમના કેપ્ટનને પ્રફુલભાઈ (વાડીગામ), દિનેશભાઈ માસ્તર કનેરા, હિરેન પટેલ ચીજગામ તથા પનાર ગામના સંજય પટેલ જેવા મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.