તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:નવસારી જિલ્લામાં જરુરિયાત કરતા ઓછી વેક્સિનનો જથ્થો મળતા લાભાર્થીઓ પરેશાન

નવસારી3 મહિનો પહેલા
  • લોકોના મનમાં સવાલ જ્યારે 18 વર્ષથી વધુ ઉમરના લોકોનું રસીકરણ શરૂ થશે ત્યારે શું થશે?

નવસારી જિલ્લામાં બીજા તબક્કાનું વેકસીનેશન કાર્યરત છે તેવામાં જિલ્લાને જરૂરિયાતથી ઓછી રસી ઉપલબ્ધ થતા પ્રાથમિક અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

45 વર્ષથી વધુના અનેક લોકો બીજા તબક્કાની રસી મેળવવાથી વંચિત રહ્યા છે, જિલ્લામાં હાલમાં 12 હજાર જેટલી વેકસીન ની આવશ્યકતા છે તેની સામે માત્ર 8 હજાર રસી મળી રહી છે,એટલે રજિસ્ટ્રેશન કરાવનાર લોકો કલાકો આરોગ્ય કેન્દ્ર બહાર કાળઝાળ ગરમીમાં ઉભા રહી રસીના ડોઝ મળવાની રાહ જોતા અંતે તેમને જથ્થો નથી એવો સરકારી જવાબ મળતા તેઓ પાછા ફરી રહ્યા છે,સરકારી અવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ રસીકરણની ઘટ પરથી જોઈએ શકાય છે,સાથે જ આગામી દિવસોમાં 18 વર્ષથી વધુના યુવાનોને રસી આપવાનું અભિયાન કઈ રીતે પાર પડશે તે અંગે પ્રશ્નાર્થ છે.

હાલ તો દરેક આરોગ્ય કેન્દ્રમાં 100 રસીનો જથ્થો ઉપલબ્ધ થઈ રહ્યો છે જે આંકડો રજિસ્ટ્રેશન સામે ખૂબ નાનો છે, હાલમાં સરકારી બેદરકારીથી લોકો અકળાયા છે અને આ ગંભીર અવ્યવસ્થા સામે સવાલો ઊભા કરી રહ્યા છે,અન્ય દેશો એ જ્યારે ફાસ્ટ વેકસીનેશન થકી કોરોના મુક્ત બન્યા છે ત્યારે દેશમાં પર્યાપ્ત ડોઝના ઠેકાણા નથી, ત્રણ દિવસ પહેલાં ધારાસભ્ય પિયુષ દેસાઈએ આ તમામ અવ્યવસ્થાની પત્ર દ્વારા સી.એમને જાણ કરી હતી પણ તેનો પણ જવાબ કે પૂરતો ડોઝ આપવા અંગે કાર્યવાહી થઈ નથી જે સંવેદનશીલ સરકારની અસંવેદનશીલતા ઉજાગર કરે છે.નવસારી જિલ્લામાં હાલ 45 આરોગ્ય કેંદ્રન અને પાંચ UHC પર રસીકરણની કામગીરી કરવામા આવી રહી છે. જિલ્લામાં ગઈકાલ સુધીમાં કુલ 2 લાખ 22 હજાર લોકોને એક ડોઝ અપાઈ ચૂક્યો છે.જ્યારે 68 હજાર લોકોને બે ડોઝ અપાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...