સત્સંગ સભા:સારુ એટલું મારુ માનવું પણ મારુ એટલું સારુ એમ ન માનવું : ડોકટર સ્વામી

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીજાના ભલામાં આપણું બલુ એ પ્રમુખસ્વામીની જીવનભાવના જન જન સુધી પહોંચાડવી. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ શાનદાર રીતે ઉજવાય તે માટે સૌએ તન, મન, ધનથી સેવામાં જોડાવાનું છે. સત્સંગમાં થતી કથાવાર્તા હૃદયમાં બેસાડવી અને એ પ્રમાણે જીવન બનાવવું. નિષ્ફળતા મળે તો પણ સાચી વાત છોડવી નહીં પ્રયત્નો ચાલુ જ રાખવા. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતા ડોકટરસ્વામીએ ઉચ્ચાર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજના અલૌકિક કાર્યોની વાતો બધે પહોંચાડવા સૌએ કટિબદ્ધ થવાનું છે. સત્સંગી બધા જ કાર્યકરો છે. જે ઘરે સંપર્ક કરવા જાવ ત્યાં કોઈ પણ બાબતે ટીકા ટીપ્પણી કરવાથી કે વિષયાંતરની વાતો કરવાથી જ દૂર રહેવું. દ્વિચક્રી વાહનચાલકો અવશ્ય હેલમેટ પહેરે જ એવો આગ્રહ રાખવો. શ્રદ્ધા રાખીને જ કાર્યો કરવા. ભગવાન ભજવા તે શ્રેષ્ઠ બાબત છે. શ્રેષ્ઠ રીતે કાર્ય કરનારા શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે છે.

કોઈનો પણ અભાવ-અવગુણ ન જોવા. બધામાંથી સારી વાતો ગ્રહણ કરવી. ગુણગ્રાહક દૃષ્ટિ રાખવી. સારુ એટલું મારુ માનવું પણ મારુ એટલું સારુ એમ ન માનવું અને તોજ સાચી દિશામાં આગળ વધી શકાશે. બહાર કરતા અંદરથી ફેરફાર કરવાનો છે. સંપ રાખવો અતિજરૂરી છે. એક રૂચિવાળા બે જ હોય છતાં તે લાખ બરાબર છે. સમગ્ર જીવનને શતાબ્દી મહોત્સવ બનાવવાનું છે. પ્રમુખસ્વામી બાપાની ઓપન હાર્ટ સર્જરી કરનારા ખ્યાતનામ સર્જન ડો. સુબ્રહ્મણિયમ સારંગપુર પ્રમુખસ્વામીના દર્શન માટે આવતા હતા. પ્રમુખસ્વામી મહારાજ માત્ર છ ધોરણ સુધી જ ભણ્યાં હતા. તેમણે કેવા કામો કર્યા.

અન્ય સમાચારો પણ છે...