દક્ષિણના બે રાજ્ય આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં બે ધાર્મિક ટ્રસ્ટ વચ્ચે જ્યાં હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ વકર્યો છે ત્યાં ગુજરાતના ડાંગમાં પણ હનુમાનજીનું જન્મસ્થળ હોવાની કથા અને આસ્થા છે. આંધ્રપ્રદેશનું તીરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ TTD ટ્રસ્ટ, તિરૂમાલાની ટેકરી ઉપર આવેલ ‘અંજનાદ્રી’ ખાતે હનુમાન જન્મભૂમિનો કાર્યક્રમ યોજી રહી છે.
પવનપુત્રનો જન્મ કર્ણાટકના હમ્પીમાં થયાનો પણ દાવો છે.હવે જ્યાં બે જગ્યા વચ્ચે જન્મસ્થળને લઈ વિવાદ છે. ત્યાં ગુજરાતના ડાંગમાં પણ હનુમાન જન્મભૂમિ હોવાની આસ્થા લોકો રાખે છે. ડાંગના ગામ અંજનકુંડ ખાતે હનુમાનજીનું જન્મ સ્થળ હોવાની કથા છે. ત્યાં વર્ષોથી હનુમાનજીનું મંદિર પણ છે. લોકોની આસ્થાની સાથે ગુજરાત સરકાર પણ અંજનકુંડનો વિકાસ કરી રહી છે. 13મી નવેમ્બર 2021ની સરકારની કેબિનેટ બેઠકમાં ડાંગના અન્ય સ્થળો સાથે અંજનકુંડના વધુ વિકાસની જાહેરાત કરી હતી.
ટુરિઝમ વિભાગે કુટિર પણ બનાવી છે
અંજનકુંડમાં જ હનુમાનજીનો જન્મ થયાનું લોકો માને છે ત્યાં મંદિર પણ છે. ટુરિઝમ વિભાગે કુટિર પણ બનાવી છે અને આગામી દિવસોમાં પણ હનુમાનજીના જન્મસ્થળ તરીકે ડેવલપ કરવામાં આવશે. - વિજય પટેલ, ધારાસભ્ય, ડાંગ
અંજનકુંડ ખાતે જ હનુમાનજીનો જન્મ થયો હતો એવું લોકો વર્ષોથી માને છે. સરકારે પણ આ સ્થળના વિકાસ માટે થોડા પગલાં લીધા છે. - સુમનભાઈ સૂર્યવંશી, સરપંચ, લીંગા પંચાયત (અંજનકુંડ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.