તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌમાંસ:નવસારીમાં 15 દિવસમાં બીજી વાર ગૌ માંસ પકડાયું, ગઇકાલે પકડાયેલા ગૌ માંસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે પકડાયેલું માસ ટેસ્ટિંગમાં ગૌ માસ હોવાનું બહાર આવ્યું 8 મી જુલાઈએ પણ 62 કિલો ગૌમાંસ ઝડપાયું હતું

નવસારી શહેરની આજુબાજુ આવેલા કેટલાક ગામડાઓમાં મોટી સંખ્યામાં નિયમિત રીતે ગૌ માસ ઘરે ઘરે પહોંચાડાતું હોવાને લઈને અનેક બનાવો સામે આવ્યા છે. જેને પગલે ગઈકાલે પણ શંકાસ્પદ પકડાયેલા માસનું ટેસ્ટિંગ માટે મોકલાયું હતું. જેથી મોડી રાત્રે ગૌ માસ હોવાનો ખુલાસો થયો હતો જેને લઇને પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કર્યા બાદ ફરિયાદ નોંધી ત્રણ આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે.ગત 8મી જુલાઇના રોજ નવસારીના વેરાવળ સ્મશાન ભૂમિ પાસેથી હોમ ડિલિવરી માટે જઇ રહેલા રિક્ષા અને મોપેડમાંથી 62 કિલો ગૌમાંસ ઝડપાયું હતું. જે બાદ ગઈકાલે ફરીવાર ગૌરક્ષકોએ સિસોદરા પાસેના તાડીયા ગામથી 118 કિલો જેની કિંમત 7 હજાર જેટલી થાય છે અને એક જીવતું વાછરડું જેની કિંમત પાંચ હજાર મળી કુલ મુદ્દામાલ 28 હજારનો મુદ્દામાલ કબજે લીધું છે.

ગૌરક્ષક સાજન ભરવાડના જણાવ્યા મુજબ, ગુજરાત સરકારે ગૌ હત્યા ઉપર કાયદો તો બનાવ્યો પણ તે માત્રને માત્ર કાગળ પર રહેવા પામ્યો છે. આજ સુધી પોલીસે ગૌ માસ લઈ જતા લોકોને પકડયા હોય તેવા બનાવો સામે આવ્યા નથી માત્ર ગૌ રક્ષકો જ આ કામગીરી કરીને પોલીસને હવાલે કરે છે. ત્યારે ભાજપે સાચા અર્થમાં કાયદા અને સફળ બનાવવા માટે જમીની હકીકતમાં કામ કરવું જોઈએ તેવી માંગ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...