તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડાભેલ ગામમાં પકડાયેલ 17 પડીકામાં ગૌમાંસ નીકળ્યું નહીં, બાતમીના આધારે પોલીસે દુકાનમાં રેડ કરી હતી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના ડાભેલ ગામે આવેલ એક બિરીયાનીની દુકાનમાં કથિત ગૌમાંસ વેચાતુ હોય તેની બાતમી મરોલી પોલીસને મળતા તેઓએ રેડ કરતા 17 જેટલા પેકેટ કથિત ગૌમાંસના મળી આવ્યા હતા. જેને એફએસએલ સુરત ખાતે તપાસ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ બીજા દિવસે નેગેટિવ આવ્યો હતો. વધુ તપાસ મરોલી પોલીસ કરી રહી છે. જલાલપોર તાલુકાના ડાભેલ ગામે બીરિયાનીની લારીમાં ગૌમાંસ વેચાતું હોવાની મરોલી પોલીસે મળેલ બાતમીને આધારે રેડ કરતા કથિત ગૌમાંસના 17 પેકેટ મળ્યા હતા. જેનો એફએસ.એલ.માં રિપોર્ટ કઢાવતા તે ગૌમાંસ ન હોવાનું જાણવા મળ્યું હોવાની માહિતી તપાસ કરનાર પોસઇએ આપી હતી.

મરોલી પોલીસને બાતમી મળી હતી કે, ડાભેલ ગામે અહમદભાઈની દુકાનમાં બિરીયાનીની લારીમાં એક સીલ્વર ફોઇલના બોક્ષના કુલ્લે-17 પડીકા, જે એક પડીકામાં 200 ગ્રામ જેટલો ગૌમાંસનો તૈયાર ખીમો હોય જે 17 પડીકામાં કુલ્લે 3 કિલો 400 ગ્રામ જેટલો કથિત ગૌમાંસનો તૈયાર ખીમો મળી આવેલ. ગૌમાંસનાં તૈયાર ખીમાની ખાતરી કરવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ્લે 3 કિલો 400 ગ્રામ જેની અંદાજીત કિં.રૂ. 850 મળી આવ્યો હતો. મરોલી વિસ્તારમાં ગૌમાંસ વેચાતું હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ ઘટનામાં ગૌમાંસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ગૌમાંસ નહિ હોવાનું FSL રિપોર્ટમાં આવ્યું
કથિત ગૌમાંસના નમૂના એફ.એસ.એલ.સુરત ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે બાબતે બીજા દિવસે રિપોર્ટ આવતા ગૌમાંસ ન હોવાનું આવ્યું હતું. આ બાબતે વધુ તપાસ ચાલુ છે. - ડી. ડી. રાવલ, પોસઇ, મરોલી પોલીસ

અન્ય સમાચારો પણ છે...