તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસલી સિંઘમ:લૂંટારું ગેંગને ઝડપી લેવા નવસારીનો પોલીસ જવાન 25 કિ.મી. સુધી પીકઅપ વાનના ગાર્ડ પર લટકી રહ્યો

નવસારી5 મહિનો પહેલા
પોલીસ જવાન ગણેશ ચૌધરી. - Divya Bhaskar
પોલીસ જવાન ગણેશ ચૌધરી.
 • ગાડીમાં બેસેલા 7 લોકોએ પથ્થરમારો કરી પો.કો. ગણેશને ઈજા પહોંચાડી
 • ગણેશે પોતાનો મોબાઈલ ગાડીના કાચ પર મારી અટકાવવા પ્રયાસ પણ કર્યો

નવસારી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવતા રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ટાઉન પોલીસ દ્વારા શંકાસ્પદ વાનના ચાલકો પાસે વાહનના દસ્તાવેજો માંગતા પીકઅપ વાનચાલકે વાન ચાલુ કરી પોલીસકર્મીઓ ઉપર વાહન ચઢાવી દેવાની કોશિશ કરતા 1 પોલીસકર્મીને પીકઅપનાં ગાર્ડને પકડી લઇ શંકાસ્પદ જણાતા લોકોને પીકઅપમાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ વાનમાં બેઠેલા ચાલકે વાન હંકારી જતા ગાર્ડને પકડીને લટકેલા પોલીસ કર્મીને પીકઅપ ચાલક આશરે 25 કિ.મી. સુધી ખેંચી ગયો હતો. પોલીસ કર્મીને ઇજાઓ પહોંચી હતી.

તમામ લૂંટ ચલાવનાર શીકલીગર ગેંગના સાગરિત હોવાની શંકા
વાનમાં સવાર શખ્સે પોલીસ કર્મીને પલસાણા પાસે આવેલા બલેશ્વર ગામ પાસે ઉતારી દઇ ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે દાખલ કરાયો હતો. જોકે, પીકઅપવાન પોલીસ કર્મી પર ચઢાવી દઇ તેને મારવાનો પ્રયાસ કરનાર શખસ સામે ફરિયાદ નોંધાઇ હતી. તમામ લૂંટ ચલાવનાર શીકલીગર ગેંગના સાગરિત હોવાનું પોલીસમાં ચર્ચાઇ રહ્યું છે.

ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે દાખલ કરાયો.
ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે દાખલ કરાયો.

પીકઅપ વાન ચાલકે ભૂંડ પકડવા આવ્યા હોવાનું જણાવ્યું હતું
નવસારી ટાઉનમાં છેલ્લા અઢી વર્ષથી સાંઢકુવા પોલીસ મથકે ફરજ બજાવતા ગણેશ ચૌધરી રાત્રિએ ટાઉન પોલીસકર્મીઓ સાથે ગુના અટકાવવા ફરજ પર હાજર હતા. તેઓ રાત્રિનાં 1.૩૦ વાગ્યાનાં સમયે નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ અશોક પાસે પીકઅપ વાન (નં. GJ-05-YY-1480) ઉભી રહી હતી. જેમાં 7થી વધુ લોકો હતા. તેમના ઉપર શંકા જતા એલઆરપીસી ગણેશ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ કિશન ગોવિંદ તેમની બાઈક લઈને આ પીકઅપ વાન પાસે આવીને પૂછતાં ચાલકે કહ્યું કે અમે ભૂંડ પકડવા આવ્યા છે.

વાહન ચલાવવાનો પ્રયાસ કર્યો હતો
ચાલકની વાત શંકાસ્પદ લગતા તેમની પાસે પીકઅપના કાગળ માંગ્યા હતા. અચાનક વાહનચાલકે પોતાનું વાહન ચાલુ કરી પોલીસકર્મીઓને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અપોકો કિશન ગોવિંદ સાઈડ પર ખસી જતા એલઆરપીસી ગણેશ ચૌધરી ઉપર વાહન ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગણેશ ચૌધરી ગાડી આગળ આવી જતા ગાર્ડ પકડી લીધો હતો. પોલીસકર્મી કારનાં ગાર્ડ ઉપર લટકી ગયો હતો. જેને પલસાણા ઉતારી દઇ શંકાસ્પદ શખસો ભાગી છૂટ્યા હતા.

પોલીસ જવાન 25 કિમ.મી સુધી હિંમત ન હાર્યો.
પોલીસ જવાન 25 કિમ.મી સુધી હિંમત ન હાર્યો.

વાનમાંથી હુમલો કરતા 7 સામે બાથ ભીડી
નવસારી રેલવે સ્ટેશન નજીક લૂંટ કરવાના ઈરાદે પીકઅપમાં આવેલા લોકોને પોલીસકર્મી ગણેશ ચૌધરીએ ગાર્ડ પકડીને ગાડી અટકાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલક પીકઅપને ગમે તેમ હંકારીને પોલીસકર્મીને પાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાંથી રીંગરોડ- વિરાવળ ગામથી ધોળાપીપળા આવતા ત્યાં ઉપસ્થિત પોલીસકર્મીઓ ગાડીને અટકાવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને પણ ચકમો આપી ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન ગાડીમાં બેસેલા 7 લોકોએ પોલીસ અને ગણેશ ચૌધરી ઉપર પથ્થર મારીને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે અંતે ગણેશે પોતાનો મોબાઈલ પણ છુટ્ટો ગાડીનાં કાચ ઉપર મારી અટકાવાનો પ્રયાસ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો