તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ:નવસારીમાં કર્મચારીઓની હળતાળથી બેંકિંગ કામ ખોરવાયું

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીયકૃત બેંકોના 250 કર્મી હડતાળમાં જોડાયા

નવસારી પંથકમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોના 250 જેટલા કર્મચારી હડતાળમાં જોડાતા ગુરુવારે બેંકિંગ કામકાજ ખોરવાયું હતું.

ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ યુનિયનના નેજા હેઠળ 26મીએ બેંક કર્મચારીઓની હળતાળનું એલાન કરાયુ હતું. આ હડતાળ સંદર્ભે બેંકોના ખાનગીકરણની વિચારણા બંધ કરવી, શાખાઓ વધારવી, કડક વસુલાત કરવી વગેરે માગ હતી. નવસારીમાં હડતાળને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોના થોડા કર્મચારીઓને બાદ કરતાં રાષ્ટ્રીયકૃત બેંકોના ઘણા કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. પંથકમાં આવેલી કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા વગેરેની શાખાઓ બહાર ‘હડતાળ’ના બોર્ડ સાથે શટર ડાઉન પણ જોવા મળ્યા હતા. આ રાષ્ટ્રીયકૃત બેંકોમાં રોકડ, ચેક સહિતની કામગીરી ખોરવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ નવસારી અને તેની નજીકમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોના અંદાજે 250 કર્મચારી હડતાળમાં જોડાયા હતા હોવાનું બેંકિંગ સૂત્રોએ જણાવ્યું હતું. આ બેંકિંગ હડતાળમાં રાષ્ટ્રીયકૃત બેંકોના જ કર્મચારીઓ જોડાયા હતા. નવસારીમાં આવેલી ખાનગી અને સહકાર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા ન હતા અને આ બેંકો કાર્યરત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...