તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતીઓનો શોર્ટકટ:સુરતમાં POPની ગણેશ પ્રતિમાના વેચાણ પર પ્રતિબંધ જાહેર થતાં  નવસારીમાંથી કરી રહ્યાં છે પીઓપીની મૂર્તિની ખરીદી

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં આવીને સુરત કરતા ભાવમાં સસ્તી અને પોસાય તેવી ગણેશ પ્રતિમાઓ ખરીદી રહ્યા છે

આગામી સમયમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે જેમાં ગણેશ પ્રતિમાને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે જરૂરી જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. જેમાં ગણેશ પ્રતિમાની ઊંચાઈને લઈને પણ અલગ-અલગ શહેરોમાં નિયમો અમલી બનાવ્યા છે.

જ્યારે નવસારીના પાડોસમાં આવેલા સુરત જિલ્લામાં પી.ઓ.પીની ગણેશમૂર્તિના વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ છે, ત્યારે નવસારી જિલ્લામાં આવા કોઈ પ્રકારનો પ્રતિબંધ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયો નથી અને વેપારીઓ ચાર ફૂટથી લઈને બે ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓનું વેચાણ કરી રહ્યા છે જેનો લાભ સુરત ખાતે રહેતા ગણેશભક્તો લઇ રહ્યા છે. કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનની અસર આ વખતે ધાર્મિક તહેવારો પર પણ જોવા મળી રહી છે.

જેના ભાગરૂપે આગામી ગણેશ ઉત્સવમાં પ્રતિમાઓ મોંઘી બનતા ગણેશભક્તોના બજેટ પર તેની અસર જોવા મળી રહી છે. સાથે જ કોરોનાને કારણે ગણેશભક્તોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેથી આ વખતે ગણેશોત્સવ કઈ રીતે ઉજવવો તેની મૂંઝવણમાં રહેતા સુરતીઓએ નવો રસ્તો શોધ્યો છે, જેમાં તેઓ નવસારી જિલ્લામાં આવીને સુરત કરતા ભાવમાં સસ્તી અને પોસાય તેવી ગણેશ પ્રતિમાઓ ખરીદી રહ્યા છે.

સરકાર ગમે તેવા નિયમો અમલી બનાવે પણ લોકો તહેવાર ઉજવવા માટે સગવડીયા શોર્ટકટ શોધી કાઢતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતિઓ છે. આ સમગ્ર મામલે નવસારીના જિલ્લા નિવાસી અધિક કલેકટર કેતન જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ સમગ્ર મામલે જાણ નથી છતાં પણ જો આ પ્રવૃત્તિ થતી હોય તો સુરત કલેકટર સાથે વાત કરવામાં આવશે અને તેને લઈને પણ નિયમો અમલી બનાવવામાં આવશે.સુરતના વેસુથી ગણેશ મૂર્તિ ખરીદવા આવેલા મેહુલ રાઠોડના જણાવ્યા મુજબ સુરતમાં પીઓપીની મૂર્તિના વેચાણ પર પ્રતિબંધ છે, ત્યારે નવસારીમાં તેમને સારી ડિઝાઇન અને ભાત ભાત અને આભૂષણો ધરાવતી ગણેશ પ્રતિમાઓ મળી રહે છે. સાથે જ સૂરત કરતા નવસારીમાં ગણેશ પ્રતિમા નો ભાવ અડધો હોવાથી તેમના બજેટ સુધર્યું છે.નવસારી શહેરમાં છેલ્લા આઠ વર્ષથી ગણેશ પ્રતિમાઓનો વેપાર કરતા સંજય ભાસ્કરના જણાવ્યા મુજબ સુરતથી આવતા ગ્રાહકોને કારણે તેમને વેપારમાં ચાંદી થવા પામી છે, કારણકે કોરોના અને લોકડાઉનને કારણે ગણેશ પ્રતિમાઓના વેપારમાં સુરતીઓએ પ્રાણ ફૂક્યા છે જેને લઇને તેમની 80 ટકા જેટલી ગણેશ પ્રતિમાઓ બુક થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...