તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોક લગાવાઇ:નવસારીમાં સરકારી કચેરીના 200 મીટરની હદમાં જાહેરમાં ધરણાં, ઉપવાસ અને ઘેરાવ પર પ્રતિબંધ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તવડી ગામના સ્થાનિક લોકો અને કોંગ્રેસે આવેદનપત્ર પાઠવવા હલ્લાબોલ કર્યો હતો

નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા અથવા તો ચોક્કસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાળનું મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગે પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે.રાઠોડે એક જાહેરનામા દ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તથા નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક નવસારી કચેરી તથા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તથા તાલુકામાં આવેલી તાલુકા મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની 200 મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાળ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા, સભા/સરઘસ કરવા પર તાત્કાલિક અસરથી 18મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં તાજેતરમાં જ કલેકટર કચેરી ખાતે તવડી ગામના લોકોએ હલ્લાબોલ કર્યો હતો અને આવેદન પત્ર આપ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જેને લઇને પોલીસ પ્રશાસન અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ ઉભુ થયું હતું. ગામના માજી સરપંચ સહિત 71 થી વધુ લોકોની અટક કરાઇ હતી. જોકે, પહેલા કરતા કાયદામાં ઘણો ફેરફાર આવતા વધુ કડકાઇથી તેનું પાલન કરવા પોલીસ તંત્ર મથામણ કરી રહ્યું છે. હજી આ ઘટનાને 24 કલાક થાય તે પહેલા જ નવસારી જિલ્લા કોંગ્રેસે પણ આવેદન પત્ર પાઠવી દિલ્હીમાં સરકાર દ્વારા ખેડૂતો પર ઉભુ કરાયેલુ દબાણ દૂર કરવા અને તેમની માંગ સંતોષવા અનુરોધ કરાયો હતો. તે વખતે પણ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી પોતાની કામગીરી નિભાવી હતી. જેને લઇને તવડીના સ્થાનિક લોકો ઉપરાંત કોંગ્રેસીઓમાં પણ ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ ઉપરાંત નવસારીમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જ નવસારી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી કલેકટર કચેરી તથા તેની આસપાસની કચેરીઓમાં આવા ઘેરાવ ન થાય અને સરકારી પ્રોપર્ટીને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તે હેતુથી ઓનલાઇન ક્લાસ પણ શરૂ કરી દીધા છે. નવસારીમાં અગાઉથી જ તેનું પુનરાવર્તન ન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે અને ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત એક જાહેરનામુ બહાર પાડી કલેકટરે જાહેરમાં ધરણાં ઉપવાસ કરતા કે ઘેરાવ કરનારા સામે સખત કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. જેને લઇને નવસારી જિલ્લા પોલીસ પણ સર્તક બની ગઇ છે અને ઠેરઠેર ચેકિંગ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો