તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામુ:નવસારીમાં ઉત્તરાયણ નિમિત્તે જોખમી વસ્તુઓ પર પ્રતિબંધ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

આગામી ઉત્તરાયણના તહેવારને લઈને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે કાચ પાયેલી દોરી વાપરવા સહિતના અનેક પ્રતિબંધો મુકતુ જાહેરનામુ બહાર પાડ્યું છે.

14મી જાન્યુઆરીને ઉત્તરાયણ છે ત્યારે જિલ્લામાં ઉત્તરાયણ પહેલા જ પતંગ ઉડાડવાની શરૂઆત થઈ જાય છે. આ સ્થિતિમાં અકસ્માત ન સર્જાય, ઈજા ન થાય તથા પર્યાવરણની જાળ‌વણી અર્થે જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે નવસારી જિલ્લામાં એક જાહેરનામુ બહાર પાડ્યું છે, જેમાં અનેક પ્રતિબંધો મુક્યા છે. સમગ્ર નવસારી જિલ્લાના હદ વિસ્તારમાં સ્કાયલેન્ટર્સ (ચાઈનીઝ તુક્કલ/ફાનસ) વેચાણ કરવા કે ઉડાડવા પર તેમજ પતંગ ચગાવવાની દોરી, સિન્થેટીક માંજા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલી હોય અને નોન-બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંજા/ નાયલોન પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના વેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ 30મી ડિસેમ્બરથી 25મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત તહેવારો દરમિયાન સરકારની તાજેતરની કોરોના (કોવિડ-19) અન્વયેની ગાઈડલાઈન્સનું તમામે ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે એમ પણ જણાવ્યું છે. જેને પગલે જિલ્લાભરમાં પતંગ ઉત્સવની ઉજવણી અંગે અવઢવનો માહોલ સર્જાયો છે. જોકે, ઉતરાયણ સંદર્ભે જે સરકારની ગાઇડલાઇન છે તે પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અંગે પણ લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે તો જ ઉજવણી સાર્થક ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો