• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bamboo Will Change The Standard Of Living Of Tribals In Gujarat, Tribals Are Becoming Teachers In A Workshop Started At Navsari Krishi University

વાંસમાંથી બની છે સાડી:ગુજરાતમાં બામ્બુમાંથી બનાવાય છે ઢગલાબંધ પ્રોડક્ટ, માત્ર ફર્નિચર જ નહીં કપડાં અને ઇનરવેરમાં પણ બામ્બુ ફાઈબરનો ઉપયોગ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નને કારણે કાપડ પર ચમક અને તેના એન્ટિબેક્ટેરિયલ ગુણો
  • બામ્બુમાંથી જે તે વ્યકિતની નનામીથી લઇને ઘરના ફર્નીચર અને હવે કપડાં બનતા બામ્બુ ગ્રામ્ય ઇકોનોમીને ઉંચી લાવવા મહત્વપૂર્ણ
  • વાંસમાંથી કલાત્કમક વસ્તુઓ બનાવવાની શરૂઆત થતા આદિવાસીઓનું જીવનધોરણ ઊંચું આવ્યું

સાડીના ઉત્પાદનમાં વિશ્વભરમાં નામના પ્રાપ્ત સુરત શહેરના સાડીના ઉત્પાદકો હવે નવા યાર્ન-ફાઇબરમાંથી સાડી બનાવવા જઇ રહ્યા છે. સુરતના સાડી ઉત્પાદકો અને અન્ય ઉત્પાદકોએ બામ્બુ ફાઇબરમાંથી બનાવેલી સાડી બજારમાં મૂકી છે. બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નને કારણે કાપડ પર ચમક અને તેના એન્ટિબેક્ટેરિયલ ગુણોને કારણે ઉત્પાદકો પ્રીમિયમ રેન્જમાં આ સાડી વેચાણ કરશે. સુરતના સુવિધી ફેશનના માલિક ધ્વનીલ પ્રિયેશ શાહે જણાવ્યું હતુ કે, હાલમાં ભારતમાં અને યુરોપીય દેશોમાં નેચરલ ફેબ્રીક્સની માંગ છે. તેથી બામ્બુ ફાઇબરનો ઉપયોગ કરીને અમે સાડી અને ડ્રેસ મટેરિયલ-ફેબ્રિક્સ બનાવીએ છે. અને તમામ ટ્રાયલ સફળ રહ્યા છે. તે જોતાં આગામી દિશામાં તેને વધુ ડિઝાઇન સાથે બજારમાં મુકવા જઇ રહ્યા છીએ. બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નને કારણે કાપડ પર ચમક અને તેના એન્ટિબેક્ટેરિયલ ગુણોને કારણે ઉત્પાદકો પ્રીમિયમ રેન્જમાં આ સાડી વેચાણ કરશે.

અંડર ગાર્મેન્ટ,લેડીઝ ગાર્મેન્ટ બનવા માંડયા
બામ્બુ ફાયબરના મોટા વિતરક સ્પિનિંગ કિંગ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ખગેન કિશન કાશીવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, “બામ્બુ ફાઇબર અન્ય ફાઇબર કરતાં સારા ગુણોને કારણે કાપડ બનાવનારાઓને સતત આકર્ષે છે. તેમાં હવે નવા ટ્રેન્ડમાં નિટેડ ફેબ્રિક્સમાં પણ બામ્બુ વપરાય છે, અમદાવાદની જાણીતી બ્રાન્ડ્સ પણ આ બામ્બુ ફાઇબર સાથે નિટેડ મટિરિયલ્સ પર કામગીરી શરૂ કરી છે. કોટનની સાથે બામ્બુ ફાઇબર બ્લેન્ડ કરીને અને એકલા બામ્બુ ફાઇબરથી શર્ટ ટી શર્ટ, ટોવેલ, અંડર ગાર્મેન્ટ,લેડીઝ ગાર્મેન્ટ બનવા માંડયા છે. અને સૌરાષ્ટ્રમાં પણ બામ્બુ ફાઇબરને ઉમેરીને નવું ફેબ્રીક બનાવીને કામ કરી રહ્યા છે. અમદાવાદની કંપની લોંજરી બ્રાન્ડ ઈનરસેન્સે બામ્બુ ફાઇબરની મદદથી અંત:વસ્ત્રો બનાવીને બજારમાં મૂક્યા છે.

સારી કંપનીઓ બામ્બુ ફાઇબર બ્લેન્ડ કરી રહ્યા છે
બામ્બુ ફાઇબરમાં એન્ટિબેક્ટેરિયલ ગુણના કારણે મોજા બનાવવા પણ સારી કંપનીઓ બામ્બુ ફાઇબર બ્લેન્ડ કરી રહ્યા છે. અમદાવાદની કંપની ઈનરસેન્સે બામ્બુ ફાઇબરની મદદથી અંત:વસ્ત્રો બનાવીને બજારમાં મૂક્યા છે. એટલું જ નહીં ભીલવાડા પણ શુટિંગ શર્ટિંગમાં બામ્બુ યાર્નનો ઉપયોગ કરી રહી છે. ટ્રાયડન્ટ જેવી કંપનીઓ ટેરી ટોવેલ જેવાં ઉત્પાદનોમાં બામ્બુ ફાયબર-યાર્નનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટના અભિસંગ પટેલે જણાવ્યું હતુ કે, અમે ખાદી અને બામ્બુ ફાઇબરને ભેગા કરીને શર્ટ બનાવવાની દિશામાં પ્રયોગ કરી રહ્યા છીએ. જે આગામી બે મહિનામાં બજારમાં આવશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી વાંસની બનાવટને વેગ આપવા માટે આહ્વાન કર્યું છે, ત્યારથી સમગ્ર ભારતમાં વાંસમાંથી બનતી વસ્તુઓ તરફ કૃષિ જગતનું ધ્યાન આકર્ષિત થયું અને વાસમાંથી બનતી કલાત્મક વસ્તુઓને ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચાડવાની કામગીરીની શરૂઆત થઈ છે.

નવસારી જિલ્લા અને ડાંગ જિલ્લામાં અંતરિયાળ પર્વતીય વિસ્તારોમાં ઉગી નીકળતા બામ્બુનો ઉપયોગ આદિવાસીઓ અત્યાર સુધી માત્રને માત્ર ટોપલા, ટોપલી અથવા પરંપરાગત સાધનો બનાવવા માટે જ ઉપયોગ કરતા હતા અને તેમની આવક પણ સિમિત હતી. ત્યારે સરકારે બામ્બુ બનાવતા સાધનોના ઉત્થાન માટે રસ દાખવતા આદિવાસીઓના જીવનધોરણમાં બદલાવ આવ્યો છે.

વાત કરીએ કૃષિ યુનિવર્સિટીની તો અહીં વાંસ ઉગાડી એમાંથી કલાત્મક વસ્તુઓ બનાવવા માટેનો વર્કશોપ શરૂ થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ વર્કશોપ ચાલુ છે, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રયોગો કરીને કલાત્મક વસ્તુઓ બનાવીને તેને માર્કેટમાં ઉતારવાનો પ્રયાસ કરે છે, 18મી સપ્ટેમ્બરે દર વર્ષે વર્લ્ડ બામ્બુ ડે આવે છે. તેના ઉપલક્ષમાં પાંચ દિવસ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામના આદિવાસીઓને બોલાવીને તેમની પાસેથી બાબુ માંથી બનતી વિવિધ કલાત્મક વસ્તુઓની ટ્રેનિંગ મેળવી ને સખી મંડળો અને બીજા અન્ય વિદ્યાર્થીઓ આ કળા ગ્રહણ કરે છે.

હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 32 જેટલા આદિવાસીઓ 30 જેટલા વિદ્યાર્થીઓને વાસમાંથી બનતી કલાત્મક વસ્તુઓની ટ્રેનિંગ આપી રહ્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 36 પ્રકારના બામ્બુઓ ઉગાડવામાં આવે છે અને તેને ટ્રીટમેન્ટ આપીને તેને સડો ન લાગે તે માટેની કાળજી લેવામાં આવે છે.

આમ તો વાંસમાંથી 100 થી વધુ કલાત્મક સુશોભન ની વસ્તુઓ બને છે પણ માર્કેટમાં ટોપલા,લેમ્પઝ,મોબાઈલ અને પેન હોલ્ડર પ્લાન્ટર, સ્ટુલ આ બધી વસ્તુઓ નું વેચાણ અને ડિમાન્ડ વધુ છે. સમગ્ર વિશ્વમાં વાંસના એક્સપોર્ટમાં ચીન બાદ ભારત સૌથી મોટું માર્કેટ છે,અત્યાર સુધી ભારત પણ વાસ એક્સપોર્ટ કરતું આવ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ભારત હવે વાંસની ખેતીને લઈને જાગૃત બન્યા છે અને પર્વતીય વિસ્તારોમાં વાંસ અંગે જાગૃતિ આવી છે.

અન્ય સમાચારો પણ છે...