બામ્બું એક્સીઝીબેશન:નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં બામ્બું પ્રોડક્ટ એક્સીઝીબેશન યોજાયું

નવસારીએક મહિનો પહેલા
  • વાસમાંથી બનતી વિવિધ કલાત્મક વસ્તુઓની વિદ્યાર્થીઓની તાલીમ આપાઈ
  • સમગ્ર વિશ્વમાં વાસનો 1700 બિલિયન ડોલરનો વ્યવસાય

નવસારીમાં આવેલી કૃષિ યુનિવર્સિટીમાં બામ્બું પ્રોડક્ટ એક્સીઝીબેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેસ્ટ બામ્બુ મિશનના ડાયરેકટર એન્ડ એ.સી.સી.એફ એસ મનીશ્વર રાજા મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા. યુનિવર્સિટીમાં બામ્બુ વર્ક શોપ યોજાયો હતો. જેમાં 72 વિદ્યાર્થીઓને આદિવાસી ખેડૂતોએ વાસમાંથી બનતી વિવિધ કલાત્મક વસ્તુઓની તાલીમ આપી છે.

જેથી તાલીમ મેળવીને આ વિદ્યાર્થીઓ આકર્ષક વસ્તુઓ બનાવીને તેના વેચાણ થકી આર્થિક ઉપાર્જન કરશે, આજે ખુરસી ટેબલ લેપ્મ, સહિત 100થી વધુ વસ્તુઓનો એક્સીઝીબેશન રાખવામાં આવ્યું હતું.વાસની ખેતી માટે 5 લાખ સુધી આપવામાં આવે છે સબસીડીવર્ષો પહેલા વાસ કફત પતંગ અને અગરબત્તીનું જ સીમિત માર્કેટ હતું. જોકે, ભારત સરકારે વાસના ઉદ્યોગમાં રસ દાખવતા તે હવે માસ નહિ પણ કલાસનો ઉદ્યોગ બન્યો છે.

બામ્બુ મિશન યોજના અંતર્ગત રાજ્ય અને જિલ્લા, ગ્રામ્ય કક્ષાએ એક ઓફીસ હોય છે. જેમાંથી વાસની ખેતી કરવાને લાગતી માહિતી મેળવી શકાય છે અને સરકાર આ ખેતી માટે 5 લાખ સુધી સબસીડી પણ આપે છે.વાસનો ઉદ્યોગ આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારકગુજરાતમાં 200 જેટલી ઇન્ડસ્ટ્રીઝ વાસના ઉદ્યોગનું પ્રતિનિધિતવ કરે છે. વાસના વ્યવસાય જેટની સ્પીડથી આગળ વધી રહ્યો છે.

વાસનો ઉદ્યોગ આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક છે. તેમજ બીજી તરફ પર્યાવરણ માટે પણ ઉપયોગી છે. વાસ હવામાંથી કાર્બન શોષી લે છે અને માનવ માટે ઉપયોગી ઓક્સિજન છોડે છે. જેથી વાસની ખેતી ઇકોનોમિકલી, ઇકોલોજીકલી અને એન્વાયરો મેન્ટરલી ફાયદાકારક છે. સમગ્ર વિશ્વમાં વાસનો 1700 બિલિયન ડોલરનો વ્યવસાય છે. જેમાં ભારત આગામી સમયમાં મોટી હિસ્સેદારી ધરાવશે.

ભારત સરકાર ખેડૂતોને વાસના વ્યવસાય તરફ વાળવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે. આ પાકમાં ખાતર પાણી કે અન્ય કોઈ દેખભાળની જરૂર નથી. જેથી ઓછા ખર્ચમાં વધુ નફો અપાવતી ખેતી તરફ દેશમાં મોટા અભિયાનની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...