તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી તાલુકાનાં સરપોર ગામે રહેતા અને વ્યવસાયે ખેડૂત એવા બકુલ પટેલ 50 વર્ષની કેટેગરીમાં દોડ સ્પર્ધામાં ભાગ લઈને જિલ્લામાં પ્રથમ આવી હવે નાસિક મહારાષ્ટ્રમાં માર્ચ માસમાં યોજાનાર ખેલ મહાકુંભમાં ભાગ લેશે. બકુલ પટેલ આંતરરાષ્ટ્રીય દોડમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.
નવસારી તાલુકાના સરપોરમાં ખેતીકામ કરતા 50 વર્ષની વય વટાવી ચૂકેલા આધેડ બકુલભાઈ ક્રિકેટમાં અને દોડની સ્પર્ધામાં ભાગ લેતા આવ્યા છે. બકુલભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી 50 વર્ષની દોડ સ્પર્ધા ગ્રુપમાં ભાગ લઈને પ્રથમ વિજેતા બન્યા છે. જાન્યુઆરી માસ 2021માં બીલીમોરામાં ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં દોડની સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા. જેમાં 200 મીટર દોડની કેટેગરીમાં પ્રથમ અને 500 મીટરમાં પણ પ્રથમ આવી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. હવે બકુલ પટેલ માર્ચમાં નાસિકમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાનાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા જશે. સિદ્ધી જેને જઈ વરે જે પરસેવે ન્હાય એ ઉક્તિ બકુલભાઈ પટેલનાં કિસ્સામાં સાચી ઠરે છે.
છેલ્લા 3 વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિ
બકુલ પટેલે વર્ષ-2018માં 100, 200 અને 400 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ આવી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક્સનું બહુમાન મેળવ્યું હતું. નેશનલ કક્ષાએ આંધ્ર પ્રદેશમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. વર્ષ-2019માં ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક્સની દોડ સ્પર્ધામાં 100 અને 400 મીટરમાં પ્રથમ આવ્યા હતા. એશિયા માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ મણીપુરમાં યોજાઈ હતી. જેમાં 400 મીટર દોડ સ્પર્ધામાં 5મો ક્રમ રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યો હતો. નવસારી જિલ્લા માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ બીલીમોરામાં યોજાઈ હતી, તેમાં પણ 200 અને 400 મીટરની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
પત્ની હિના પટેલ પણ 100 મીટર દોડમાં પ્રથમ
બીલીમોરામાં યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધામાં બકુલ પટેલ દોડમાં પ્રથમ આવ્યા છે. તેમની પત્ની હિનાબેન પણ 35 વર્ષના ગ્રુપમાં 100 મીટર દોડમાં પ્રથમ આવી ગોલ્ડમેડલ અને પ્રમાણપત્ર મેળવ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.