જામીન નામંજૂર:ચીખલી કસ્ટોડિયલ ડેથમાં PSI અને 2 પો.કો.ના જામીન નામંજૂર

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર્જશીટ દાખલ થાય તે પહેલા જામીન અરજી કરાઇ હતી

નવસારી જિલ્લામાં બહુચર્ચિત ચીખલી કસ્ટોડિયલ ડેથના આરોપીઓ પૈકી 1 પીએસઆઇ અને 2 પોલીસ કર્મીઓએ ક્રિમિ.પ્રોસીજર કોડની કલમ-160(2)ની જોગવાઇ મુજબ ડિફોલ્ટ બેલ આપવા બાબતે તેમજ 197ની જોગવાઇ ધ્યાને લઇ તાત્કાલિક મુક્ત કરવા જામીન અરજી મૂકી હતી. ફરિયાદીના વકીલ અને સરકારી વકીલની દલીલો ને માન્ય રાખી તેમના જામીન નવસારી કોર્ટે નામંજૂર કર્યા હતા.

ચીખલી પોલીસ મથકમાં વાહન ચોરીના શકના પગલે વઘઇના બે યુવાનને તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જેમાં ચીખલી પોલીસે કોઈપણ નોંધ કર્યા વગર બન્ને યુવકની પૂછપરછ કરી હતી. જેમાં આ યુવાનોની ફાંસો ખાધેલ હાલતમાં કમ્પ્યૂટર રૂમમાં મળી આવ્યા હતા. આ બાબતે 1 પીઆઇ સહિત 6 સામે ફરિયાદ નોંધાતા તેમની અટક કરાઈ હતી. જેમાં 1 પીઆઇના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા.

આ કેસના અન્ય આરોપી પીએસઆઈ એમ.બી.કોકણી અને પો.કો. સુખદેવસિંહ ઝાલા અને પોકો રામજી યાદવે હજુ સુધી તેમની સામે ચાર્જશીટ મુકી નહીં હોય ક્રિમિ.પ્રોસીજર કોડની કલમ-160 (2)ની જોગવાઇ મુજબ ડિફોલ્ટ બેલ આપવા બાબત તેમજ 197ની જોગવાઇ ધ્યાને લઇ તાત્કાલિક મુક્ત કરવા જામીન અરજી મૂકી હતી. જેમાં ફરિયાદીના વકીલ અમિત કચવે અને સરકારી વકીલ તુષાર સુળેની દલીલોને ધ્યાને લઇ નવસારી કોર્ટ 1 પીએસઆઇ અને 2 પોલીસકર્મીના જામીન નામંજૂર કર્યા હતાં.

જામીનમુક્ત પીઆઇ અને પીએસઆઇ સામે એપ્લિકેશનની સુનાવણી 7મીએ
નવસારીમાં ચીખલી કસ્ટોડિયલ ડેથ બાબતે જામીન મુક્ત થયેલા 1 પીએસઆઇ અને 1 પીઆઇ સામે પણ મૂળ ફરીયાદીના વકીલે એપ્લિકેશન દાખલ કરી છે. જેની નોટિસ નીકળી ગઈ છે અને 7મી જાન્યુઆરીએ સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...