વિરોધ:આયુષ તબીબોને સર્જરી માન્યતાનો વિરોધ, 300 તબીબની પ્રતિક હડતાળ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇમરજન્સી સેવા, આઈસીયુ, કોવિડની સેવા ચાલુ રહીં

આયુષ તબીબોને સર્જરીની અપાયેલ મંજૂરીના વિરોધમાં શુક્રવારે નવસારી પંથકમાં 300 જેટલા એલોપેથી તબીબોએ પ્રતિક હડતાળ પાડી હતી, જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખી હતી.

સરકારી બોડી મનાતી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ટરનલ મેડિસિન દ્વારા આયુષ તબીબો 58 પ્રકારની સર્જરી કરી શકશે એવો નિર્ણય લેતા તેના એલોપેથી તબીબ જગતમાં ઘેરા પડઘા પડ્યા છે અને આ નિર્ણયનો વિરોધ કરવા 11 ડિસેમ્બરે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાષ્ટ્રવ્યાપી પ્રતિક હળતાળનું એલાન આપ્યું હતું. આ એલાનને અહીં નવસારીની પણ આઈએમએ શાખાએ સમર્થન આપ્યું હતું. જે અંતર્ગત 11મીએ નવસારી, વિજલપોર તથા નજીકના પંથકના અંદાજે 300 જેટલા તબીબો પ્રતિક હડતાળમાં જોડાયા હતા. દવાખાના, હોસ્પિટલ વગેરેમાં સવારે 6 થી સાંજે 6 દરમિયાન તબીબોએ ઓપીડી સેવા મહદઅંશે બંધ રાખી હતી. જોકે ગંભીર પ્રકારના દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઇમરજન્સી સેવા, આઈસીયુ, કોવિડની સેવા ચાલુ રહી હતી. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી મેડિકલ એસોસિએશન દ્વારા બે દિવસ પહેલા એક આવેદનપત્ર પણ કલેકટરને આપવામાં આવ્યું હતું. એસોસિએશનના નવસારીના પ્રમુખ ડો.આર.બી. અગ્રવાલે તબીબોની પ્રતિક હડતાળ સફળ રહ્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...