તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાચીન પરંપરા:ડાયાબિટીસ અને તેના સંલગ્ન રોગમાં આયુર્વેદિક દવાથી સારૂ પરિણામ મળી શકે : વૈદ્ય લિંબાચીયા

નવસારી10 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
  • ડાયાબિટીસ સાથે અસાધ્ય રોગોની વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે

તાજેતરમાં કોરોના મહામારીમાં ઘણા દર્દીઓ કોરોના નહીં પણ તેને સંલગ્ન બીમારીથી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. જેમાં સૌપ્રથમ કારણ ડાયાબિટીસ રહ્યું છે. ડાયાબિટીસનો રોગ એક વાર થઈ જાય ત્યારબાદ સારો થતો નથી અને તેની સારવાર અને પરેજી પાડવામાં નહીં આવે તો શરીરે પડેલો ઘા રૂઝાતો નથી, ગેંગ્રીન, ડાયાબિટીક ફૂટ, સેલ્યુલાઇટીસ, ઇન્સ્યુલીન રેઝીઝસ્ટન્સ, નપુંસકતા, કિડની-આંખની અને ચેતાતંતુની બિમારી સહિત અનેક બિમારી થઇ શકે છે.

આવા રોગોની સારવાર અતિ ખર્ચાળ અને ઘણીવાર તે જીવલેણ બની જાય છે ત્યારે નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત અને નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત તવડી સરકારી આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા વૈદ્ય હિતેષ લિંબાચીયા અન્ય બધા જ રોગોની સાથે ડાયાબિટીસ અને તેની સાથે સંલગ્ન બધી જ આડઅસરોની સચોટ સારવાર આપી સેવાનું કાર્ય કરી રહ્યાં છે. તેમણે ડાયાબિટીસના કારણે થતી અન્ય આડઅસરોને કારણે જેમના પગ કાપવા માટે કહી દીધું હતું તેવા દર્દીના ઓપરેશન ટાળી પગ બચાવ્યાં છે.

નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં 19 આયુર્વેદિક દવાખાના અને 7 હોમિયોપથીક દવાખાના કાર્યરત છે. જેમાં જલાલપોર તાલુકાના તવડી ગામે આવેલ આયુર્વેદિક દવાખાનામાં વૈદ્ય હિતેષ લિંબાચીયા છેલ્લા 3 વર્ષથી સેવા આપી રહ્યાં છે. તેઓ આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે દર્દીઓની ચિકિત્સા આયુર્વેદિક દવાઓ અને પંચકર્મ વડે કરી રહ્યાં છે, તેઓ હાલમાં બીજા બધાં જ રોગોની સારવાર સાથે રાજરોગ ડાયાબિટીસની ચિકિત્સામાં કુશળતા ધરાવે છે.

જે માટે દર્દીઓને એક ખાસ પ્રકારનો ડાયટ પ્લાન અને આયુર્વેદિક દવા લેવી પડે છે અને તેનાથી નહીં રૂઝાતા ઘા, ગેંગ્રીન, ડાયાબીટીક ફૂટ, સેલ્યુલાઇટીસ, ઇન્સ્યુલીન રેઝીઝસ્ટન્સ, નપુંસકતા, કીડની-આંખો અને ચેતાતંતુની બિમારી વગેરેમાં ધાર્યા કરતાં અનેકગણા સારા પરિણામો તેમણે અત્યાર સુધી અનેક દર્દીઓમાં મેળવ્યાં છે અને અનેક દર્દીને નવજીવન આપ્યું છે. આ એક સરકારી દવાખાનું હોય તમામ બિમારીની સંપૂર્ણ સારવાર, કેસ કાઢવાના, કન્સલ્ટીંગના કે દવાના કોઇપણ ચાર્જ લેવામાં આવતા નથી.

પગ કાપવાના હતાં એવા દર્દી પણ સાજા થયા
તાજેતરમાં તેમના દવાખાને આવેલા 2 દર્દી જેમાંથી એકને ઘણા સમયથી નહીં રૂઝાતો ઘા અને બીજા દર્દીને પગની એક આંગળીમાં ગેંગ્રીન હતું. બન્ને દર્દી લાંબા સમયથી ડાયાબિટીસથી પીડાતા હતાં, તે બન્ને દર્દીને એલોપેથીક સારવાર કરવા છતાં ઇચ્છિત ફરક પડ્યો ન હતો. તેમને છેલ્લા ઉપાય તરીકે પગનો એટલો ભાગ કાપી નાંખવા કહીં દેવામાં આવ્યુ હતું પરંતુ તેઓએ આ સરકારી દવાખાને જઇને ચિકિત્સા લીધી હતી. માત્ર 2 અઠવાડિયા જેટલા ટૂંકાગાળામાં તેમનો પગ સાજો થઇને કપાતા બચી ગયો હતો અને ઓપરેશનના મોટા ખર્ચમાંથી પણ તેઓ બચી ગયા હતા. > વૈદ્ય હિતેષ લિંબાચીયા, સરકારી આયુર્વેદિક દવાખાનું, તવડી

અન્ય સમાચારો પણ છે...