કાર્યક્રમ:નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક ફાર્મિંગ સેલના ઉપક્રમે સેન્દ્રિય ખેતી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અસ્પી બાગાયત-વ-વનીય મહાવિધ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના એન.આર.એમ વિભાગ, ઓર્ગેનિક ફાર્મિંગ સેલના ઉપક્રમે તા. 4/10/21ના રોજ જાગૃતિ બાબતે સેંદ્રિય ખેતી ઉપર એક દિવસીય તાલીમ અને “ગુજરાતમાં સેંદ્રિય ખેતીના સંશોધનોની સફર” પુસ્તક વિતરણ કાર્યક્ર્મ યોજવામાં આવેલ હતો. જેમાં દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં સેંદ્રિય ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનાં અધ્યક્ષ માનનીય કુલપતિ ડો. ઝેડ.પી.પટેલ સાહેબે જણાવ્યું કે, રાસાયણિક ખેતીમાં સ્થિરતા આવી છે પરંતુ તેનાં વધારે પડતાં ઉપયોગની આડઅસર પણ જોવા મળી રહી છે.

ખેતીમાં જમીનને આરામ આપવો પણ જરૂરી છે તેમજ પાકને પાણીની નહી પરંતુ ભેજની જરૂર છે એમ પણ જણાવ્યું. તેમણે જમીનમાં સેન્દ્રિય કાર્બનનું મહત્વ અને તેની માત્રા જમીનમાં કેવી રીતે વધારી શકાય તે પણ સમજાવ્યું. વિશેષમાં તેમણે જણાવ્યું કે સેન્દ્રિય ખેતી કરતાં ખેડૂતોએ સુક્ષ્મ પોષક તત્વોની જાળવણી કરવી જરૂરી છે અને તે માટે જમીનની સતત ચકાસણી કરાવવી પણ જરૂરી છે.

ગામડાઓમાં પ્રચલિત અસલ દેશી પદ્ધતિઓ વિષે પણ તેમણે બધાને માહિતગાર કર્યા અને ખેડૂતો ફરીથી આ પદ્ધતિઓ અપનાવતા થાય એમ સુચવ્યું. તેમને સીડ બેંક બાબતે પણ ચર્ચા કરી. બાદમાં ડો. એ.આર. કસવાલા, ડો. પી.કે.દુબે, ડો. એ. પી. ઈટાલીયા અને ડો.કે.જી.પટેલ દ્વારા લિખિત પુસ્તક “ગુજરાતમાં સેદ્રિય ખેતીના સંશોધનોની સફજનું ડો. ઝેડ.પી.પટેલ સાહેબના હસ્તે સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોમાં વિતરણ કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...