ટીકાકરણ:નવસારી જિલ્લામાં કોરોના રસીકરણમાં નાગરિકોની જાગૃતિ, 30 ગામોમાં 100% વેક્સિનેશન પૂર્ણ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધી ફર્સ્ટ ડોઝ 5 લાખ 72 હજાર 226 લોકોએ લીધો

નવસારી જિલ્લામાં હાલમાં વેક્સીનેશન સેન્ટર પર લોકોની સ્વેચ્છાએ સ્વયંભૂ લાઈનો લાગી રહી છે જેને લઇને જિલ્લાના 30 ગામોએ પ્રેરણાદાયક 100% વેક્સિનેશન પૂર્ણ કર્યું છે.

જેને લઇને આરોગ્ય વિભાગના જાગૃતિ અભિયાનનો સાર્થક થયા છે.વેક્સિનેશન ન કાર્યક્રમની શરૂઆત થયા બાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતિનો અભાવ હતો જેને લઇને અનેક વખત જાગૃતિ અભિયાનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વેક્સિન લેવાથી ડર અનુભવતા હતા પણ હવે ચિત્ર બદલાયું છે.

શહેરી વિસ્તાર કરતાં વધુ વેક્સિનેશન ઝડપી કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત થયું છે તાલુકા કક્ષાની વાત કરવામાં આવે તો નવસારી તાલુકામાં 12, ગણદેવી તાલુકાના 2, જલાલપુર તાલુકાના 4 ,ખેરગામ તાલુકાના 2, ચીખલી તાલુકાના 5 અને વાંસદા તાલુકાના 5 ગામડાઓએ 100 ટકા વેક્સિનેશન કાર્ય પૂર્ણ કર્યું છે. અત્યાર સુધી ફર્સ્ટ ડોઝ 5 લાખ 72 હજાર 226 લોકોએ લીધો છે અને 2 લાખ 08 હજાર 817 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.