તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Awareness Has Also Been Spread In Rural Areas About Corona Vaccine, 62% Vaccination Work Has Been Completed So Far In Navsari District.

રસીકરણ:ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના રસીને લઈને જાગૃતિ આવી, નવસારી જિલ્લામાં અત્યાર સુધી 62% વેક્સિનેશન કાર્ય પૂર્ણ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 23 સેન્ટર પર હાલ રસીકરણ કાર્ય પ્રગતિ પર

નવસારી જિલ્લામાં વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારે શહેરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં રસીકરણને લઈને શહેરીજનોએ ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં મોટાભાગના લોકોએ વેક્સિન અભિયાનમાં ભાગ લીધો હતો. ત્યારે ગામડામાં આરોગ્ય વિભાગને જાગૃતિ લાવવા માટે પસીનો પાડવો પડ્યો હતો. જેમાં હવે નવસારી જિલ્લામાં અત્યાર સુધી 62% વેક્સિનેશન કાર્ય પૂર્ણ થયુ છે.

એક લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો

ગ્રામીણ વિસ્તારમાં રસીથી થતા કથિત મોતના ભયને લીધે મોટાભાગના લોકો રસી લેવાથી દૂર રહ્યાં હતા. ત્યારે બીજી લહેરમાં કોરોનાના અજગરી ભરડામાં ગ્રામીણ વિસ્તાર પણ આવતા એકાએક સ્થિતિ બદલાઈ છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા આંકડામાં વધારો થયો છે. જિલ્લામાં 45 વર્ષથી વધુના 3,70,000 નાગરિકો પૈકી 62% પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. સાથે જ બીજા ડોઝની વાત કરવામાં આવે તો એક લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લઈને રક્ષિત થયા છે. જિલ્લામાં કાર્યરત 23 સેન્ટર પર હાલ નિયમિત રસીકરણ ની કામગીરી કાર્યરત છે.

ટૂંકાગાળામાં જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ પૂર્ણ થશે

આરોગ્ય વિભાગના રસીકરણ વિભાગમાં કાર્યરત ડો. સુરજીત પરમારના જણાવ્યા મુજબ ખૂબ ટૂંકાગાળામાં જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ પૂર્ણ થશે. શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી જાગૃતિને કારણે વેક્સિનેશન ઝડપી થઈ રહ્યું છે. જેથી કોરોનાની જો સંભવિત ત્રીજી લહેર આવે તો વેક્સિનેશન લીધેલા લોકોને તેની અસર જણાશે નહીં. અને જિલ્લામાં કોરોના વધુ ફેલાતો અટકાવવા માટે રસીકરણ ખૂબ મદદરૂપ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...