તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈદિક હોળી:નવસારી શહેરમાં 60 થી 70 વિસ્તારોમાં વૈદિક હોળી પ્રગટશે, જાગૃતિ અભિયાનના કારણે પર્યાવરણની રક્ષા થશે

નવસારીએક મહિનો પહેલા
 • હિન્દુ સંસ્કૃતિમાં વૈદિક હોળી અને વૈદિક યજ્ઞની પરંપરાનું અનોખું મહત્વ છે
 • વૈદિક હોળીથી પર્યાવરણમાં અનેરી ખુશ્બુ સાથે ઓઝોનના પડમાં પણ મજબૂતી મળે છે

પર્યાવરણની જાળવણી અને તેની રક્ષા માટે નવસારી શહેરમાં એક મહિના પહેલા જાગૃતિ અભિયાન ચલાવીને 10થી વધુ સંગઠનોએ વૈદિક હોળી પ્રગટાવવાનો દિશાસૂચક નિર્ણય કર્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં વૈદિક હોળી અને વૈદિક યજ્ઞની પરંપરાનું અનોખું મહત્વ રહેલું છે. તેને અકબંધ રાખવા માટે શહેરના સંગઠનોએ બીડુ ઝડપીને આ વખતની હોડીમાં 60 થી 70 વિસ્તારોમાં વૈદિક હોડી પ્રગટે તે માટેનું આયોજન કર્યું છે.

વૈદિક હોળીના રાખનો ઉપયોગ ખાતર તરીકે કરાશે

આ હોળી પ્રગટાવવાથી પર્યાવરણમાં અનેરી ખુશ્બુ પ્રસરવા સાથે ઓઝોનના પડમાં પણ મજબૂતી મળે છે. વૈદિક હોળીને પ્રગટાવ્યા બાદ તેમાંથી ભેગી થનાર રાખને બીજા દિવસે ખેડૂતો ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. અને આ અમૂલ્ય રાખ ખેતીના પાકમાં જરૂરી પોષક તત્વોને જન્મ આપે છે.

આજે ધુમાડો ઓકતા વાહનો રાસાયણિક મિલો અને ઔદ્યોગિક ધંધાને કારણે વાતાવરણ પ્રદૂષિત થયું છે. જેને લઇને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતાં મનુષ્યને કેન્સર જેવા મહારોગ પણ થઈ રહ્યાં છે. તેવામાં આ વૈદિક હોળી સંજીવનીનું કામ કરે છે અને પર્યાવરણની રક્ષા માટે મદદરૂપ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો