તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જાગૃતિ:કોરોના સામે જાગૃતિથી લગ્ન પ્રસંગની ઝાકમઝોળમાંથી મુક્તિ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના કાળમાં છેલ્લા 8 મહિના દરમિયાન ખૂબ મહત્વનો પ્રસંગ ‘લગ્ન’ અસરગ્રસ્ત રહ્યો છે. કોરોના શરૂ થયો ત્યારે શરૂઆતમાં તો નવસારી જિલ્લામાં 20 અને ત્યારબાદ માંડ 50 જણાને જ મંજૂરી અપાઇ રહી હતી. ત્યારબાદ નવેમ્બરમાં મર્યાદા 200 સુધીની કરાઇ હતી. પુન: ડિસેમ્બરમાં કરોરોના વધતા મર્યાદા 100ની કરાઇ અને સાથે ‘ઓનલાઇન પરમીશન’ લેવાનું પણ નિર્ધારીત કરાયુંછે.

સરકારના અવારનવારના બદલાયેલા લગ્ન અંગેના ધારાધોરણથી લોકો મુશ્કેલીમાં પણ મૂકાયા હતા. જોકે ખર્ચની દ્રષ્ટિએ લગ્નમાં થતા કેટલાક ‘ખોટા ખર્ચા’પણ થઇ ગયા છે. મોટો ઝાકમઝાળ કરી ન શકાતો, નાના પ્રસંગોમાં જ લગ્ન આટોપવા પડ્યા છે. બેન્ડવાજા, રાત્રે મોડા સમય સુધીના લગ્ન વગેરે ઉપર પણ પાબંધી આવી ગઇ ! ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થયું. લગ્નોમાં પ્રથમ વખત સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક જોવા મળ્યા. કોરોના કાળમાં વધુ માણસોની પરવાનગી ન મળતા કેટલાય લોકોએ કોર્ટ મેરેજથી પણ ચલાવી લીધું. લગ્ન સમારોહની સાથે સંકળાયેલા તમામ ધંધા ઉપર પણ માઠી અસર થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો