ઓડિયો વાયરલ:શિક્ષક સજ્જતા કસોટી મામલે DPEO અને મહિલા શિક્ષિકાનો પરીક્ષાના સમર્થન અને વિરોધનો ઓડિયો નવસારીથી સામે આવ્યો

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે કેટલાક શિક્ષકો પરીક્ષા આપવાથી અળગા રહ્યા હતા

સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષક સજ્જતા કસોટીનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નવસારી જિલ્લામાં મોટા ભાગના શિક્ષકોએ પરીક્ષા આપીને રાજ્ય સરકારને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે નવસારી જિલ્લાના શૈક્ષીક મહાસંઘના કેટલાક સભ્યો આ પરીક્ષાથી અળગા રહ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શૈક્ષીક સંઘના મહિલા ઉપાધ્યક્ષના ઓડિયો ક્લિપથી વિવાદનો જન્મ થયો છે.

સૌ પ્રથમ DPEOએ પરીક્ષા આપવા ભલામણ કરતો ઓડિયો મેસેજ શિક્ષકોના ગ્રુપમાં સેન્ડ કર્યો હતો ત્યારે આ મેસેજની સામે શૈક્ષીક સંઘના મહિલા ઉપાધ્યક્ષ ઝહીરા ઝહીર મુનસી દ્વારા DPEO સાહેબના આ ઓડિયો ક્લિપથી ન ગભરાવવા અને મરજિયાત પરીક્ષા ન આપવાનો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કર્યો હતો જેને લઇને DPEO રોહિત ચૌધરી મહિલા અધ્યક્ષની મારુતિ નગર વિજલપોર ખાતે આવેલી સ્કુલમાં જઇને તમે જે ઓડિયો મૂક્યો છે તે અન્યને ગેરમાર્ગે દોરનારો છે અને હું તમને જોઈ લઈશ તેવું કહી ત્યાંથી જતા રહ્યા હતા તેવો આક્ષેપ ઝહીરાબેન દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો મેસેજ દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે.આ સમગ્ર ઓડિયો મેસેજના વિવાદને લઈને શૈક્ષીક સંઘના શિક્ષકો જિલ્લા પંચાયત કચેરી ખાતે આવીને DPEO પાસે ખુલાસો માંગ્યો હતો સર્વેક્ષણનો વિરોધ કરનાર સભ્યોના માનવા મુજબ જે પણ શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો છે તેઓ દબાણ હેઠળ આવી ને આ પરીક્ષા આપી છે.

આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે, આ મામલે ઝહીરાબેનને ગેરસમજ ઊભી થઈ છે કોઈપણ શિક્ષકોને દબાણ કરવામાં નથી આવતું અને નવસારી જિલ્લાના શિક્ષકોએ ઉમળકાભેર આ પરીક્ષામાં ભાગ લઈને સારો પ્રતિસાદ આપ્યો છે.શૈક્ષીક મહાસંઘના ઉપાધ્યક્ષ ઝહીરા બેનના જણાવ્યા મુજબ, DPEO રોહિત ચૌધરી મારુતિ નગર ખાતે આવેલી તેમની શાળાએ આવીને તેમને અન્ય શિક્ષકોને ગેરમાર્ગે ન દોરવા બાબતે સલાહ આપી હતી સાથે જતા જતા એમ કહ્યું હતું કે હું તમને જોઈ લઈશ જેથી આ મામલે હું ખૂબ દુઃખી થઈ છું અને ખુલાસો કરવા અમે જિલ્લા પંચાયત કચેરી આવ્યા છે. આ સમગ્ર ઓડિયો મેસેજ ના વાયરલ થવાથી નવસારી જિલ્લા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને શૈક્ષીક મહાસઘમાં પણ બે વિચારધારા જન્મ લીધો છે ત્યારે શિક્ષકો પાસે શિક્ષણ સિવાય અન્ય કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો અને રોષ સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત શિક્ષક સજ્જતા કસોટી થી અળગા રહેવાનો નિર્ણય શિક્ષકો દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે આ મામલે સરકાર હવે આગામી સમયમાં વસ્તી ગણતરી સહિતના અન્ય બિન જરૂરી કામો શિક્ષકો પાસે ન કરાવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...