લેખિત આવેદન:ઇંટાળવાની ટી.પી.સ્કિમની બેઠકમાં વાંધા વિરોધનો સૂર, નૂડાની સ્કિમની સમજ આપી શાંત કરવાનો પ્રયત્ન થયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈંટાળવામાં મળેલ નૂડાની ટીપી સ્કિમ-1 અંગેની બેઠકમાં ઉપસ્થિત લોકોમાંથી વાંધા વિરોધનો સૂર બહાર આવ્યો હતો. નૂડાની રચના બાદ ડી.પી. મંજૂર થયા બાદ હવે ટી.પી. સ્કિમ બનાવવાની તજવીજ હાથ ધરી છે. ત્રણ ટી.પી. સ્કિમનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરાયા બાદ હવે આખરી મંજૂરી અગાઉ લોકોને સાંભળવાની શરૂઆત થઈ છે.

જે અંતર્ગત સોમવારે ઈંટાળવા વિસ્તારની ટી.પી. સ્કિમ નં. 1 માટે મિટિંગ યોજાઈ હતી. બેઠકમાં અગ્રણીઓ વિનોદ દેસાઈ (સીએ), ડો. ચેતન પટેલ, દેવુભાઈ મહેતા, ભાવેશ મોદી, સુનિલ પરીખ, સ્થાનિક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં ટી.પી. સ્કિમની સરળતાથી માહિતી ન મળવા, નકશા અંગેની જાણકારી વગેરે બાબતોએ લોકોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. એક-બે વખત તો વાદવિવાદ પણ થયો હતો. બીજી તરફ ઉપસ્થિત નુડાના અધિકારીઓએ લોકોને ટી.પી. સ્કિમની સમજ આપી શાંત પાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

આ મુદ્દે લેખિત રજૂઆત થઈ
નૂડા ઈંટાળવાના તિઘરા સિસોદ્રા ટી.પી.સ્કિમ અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ લેખિત આવેદન અપાયું છે. જેમાં ફાઈનલ પ્લોટ 25થી 30 ટકા કપાત બાબતે, ટી.પી. સ્કિમનું અમલીકરણ નૂડા બાબતે થવું, વોટર બોડીનું માર્જીન, વરસાદી પાણીનો નિકાલ, હાઈટેન્શન વીજલાઈન, ભૂગર્ભ લાઈનો, રસ્તાના માર્જીન, ગામતળની જમીન-મિલકતો, સ્મશાનભૂમિની જમીન માલિકોને પોતાની જમીનમાં જ ફાઈનલ પ્લોટ ફાળવવા બાબત, સ્થાનિક જમીન ખેડૂત ખાતેદારો તથા રહેવાસીઓના પ્રતિનિધિઓને કાર્યવાહક સમિતિમાં સમાવવા બાબત ઉપરાંત નામ-સરનામા એકત્રીકરણ, વિદેશમાં રહેતા મિલકતદારોમાં કુલમુખત્યારપતત્રના નમૂના બાબત, મિલકત-વારસાઈ-ફેરબદલી માટે મુદત આપવાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...