ધમકી:જમીન અદાવત બાબતે યુવકોનો આધેડ પર હુમલો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના પરથાણ ગામે બનેલી ઘટના
  • ખેતરેથી કામ પતાવી ઘરે પરત આવતા હતા

નવસારીના પરથાણ ગામના મોટા ફળીયા ખાતે રહેતા બે પરિવારમાં જમીન બાબતે જૂનો ઝગડો હોય બોલાચાલી થયા બાદ 3 યુવાનોએ બે આધેડને ઢીક્કામુક્કીનો માર મારતા મરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

નવસારીના મૂળ પરથાણ અને હાલ ભરૂચ ખાતે રહેતા શ્યામલ મુકેશભાઈ પટેલે મરોલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું કે, તેમના પિતા મુકેશ ભીખુભાઇ પટેલ શનિવારે સવારે ખેતરે કામ કરી સવારે 11 વાગ્યાના સુમારે ઘરે આવતા હતા. ત્યારે મોટા ફળીયા ખાતે રહેતા વિપુલ નાયકના ઘર પાસે આવતા તેજસ બળવંત પટેલએ તેમના પિતાને જમીનની જૂની અદાવત બાબતે ઢીક્કામુક્કી કરીને તેમના ભાઈ વિરલ અને હેમેશ કિશોરભાઈ પટેલને બોલાવ્યા અને ત્યારબાદ તેમના પિતા મુકેશ અને તેમના દાદા ભીખુ નારણભાઈ પટેલને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટનાની એન.સી. ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઈ.શ્રીકાંત પ્રતાપરાવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...