તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ગેરકાયદે રેતી ખનન મુદ્દે કવરેજ કરતાં મીડિયાકર્મી પર હુમલો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીડિયાકર્મીઓની એસપીને રજૂઆત

નવસારીમાં ભૂસ્તર વિભાગે પૂર્ણાં નદીમાંથી ગેરકાયદેસર રેતીખનન કરી રિંગરોડ પરથી પસાર થતી ટ્રકને ઝડપી પાડી હતી. જ્યાંથી પસાર થતા એક મીડિયાકર્મીએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જેની જાણ રેતી માફિયાઓને થતા તેઓએ અન્ય 20થી વધુ યુવાનને બોલાવી રેડ આ યુવાને કરાવી હશે તેવી અદાવત રાખી ઢોર મારમાર્યો હતો. ભવિષ્યમાં રેતી માફિયાઓ મીડિયાકર્મીઓ પર હુમલો નહીં થાય માટે મંગળવારે એસપીને રૂબરૂ મળી પગલાં લેવા ફરિયાદ કરી હતી.

નવસારી જિલ્લાના મીડિયાકર્મીઓએ એસપીને લેખિતમાં રેતીમાફિયાઓ સામે પગલાં લેવા ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે 14મી જૂને સાંજે પૂર્ણાં નદીમાંથી ગેરકાયદે રેતીખનન કરતા હોય તે બાબતે નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારીઓએ રેડ કરી રેતી ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને કાર્યવાહી કરતા હતા ત્યારે મીડિયાકર્મી પસાર થતા હોય તેઓએ વીડિયો રેકોર્ડિંગ કરતો હતો.

દરમિયાન રેતી માફિયાએ આ રેડ કરવા ભૂસ્તર વિભાગને મીડિયાકર્મીએ બાતમી આપી હોવાની અદાવત રાખી હતી. રેતી માફિયાએ પોલીસ કાર્યવાહી દરમિયાન જ તેમના સાગરીતોને બોલાવ્યાં હતાં અને મીડિયાકર્મીને માર માર્યો હતો. જેથી મીડિયાકર્મીઓ સાથે આવી ઘટના નહીં બને અને ભવિષ્યમાં અસામાજિક તત્વો કાયદો હાથમાં નહીં લે એ માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અગાઉ પણ રેતી અને માટી ખનન કરનારાઓએ પત્રકારો પર હુમલો કર્યાની ઘટના બની છે.

અન્ય સમાચારો પણ છે...