હુમલો:લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા શરબતિયા તળાવ નજીક આવેલી બેંક ઓફ બરોડામાં આવેલા કસ્ટમર પર હુમલો, મારામારી સીસીટીવીમાં કેદ થઈ

નવસારી2 દિવસ પહેલા
  • 24 ઓક્ટોબરે બિલીમોરાના દેસાડ ગામ પાસે રેતીની લીઝ બાબતે થઈ હતી મારામારી
  • અગાઉ થયેલી માથાકૂટને લીધે ફરિવાર બદલો લેવાની ભાવના રાખી જાહેરમાં મારામારી કરાઈ હોવાની આશંકા

નવસારીના શરબતીયા તળાવની સામે આવેલી બેંક ઓફ બરોડા પાસે એક ઈસમ પર કેટલાક લોકોએ હુમલો કર્યાની ઘટના બની હતી. જેના સી.સી.ટી.વી પણ સામે આવ્યા હતા, જેમાં મારામારી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા શરબતિયા તળાવ નજીક આવેલી બેંક ઓફ બરોડામાં આવેલા કસ્ટમર પર હુમલો થયો હતો. ઘટનામાં અગાઉ પણ 24 ઓક્ટોબરે બિલીમોરાના દેસાડ ગામ પાસે રેતીની લીઝ બાબતે મારામારી થઈ હતી. જેમાં 4 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ફરીવાર એ જ માથાકૂટના ભાગરૂપે ફરિવાર બદલો લેવાની ભાવના રાખી જાહેરમાં મારામારી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે લુન્સીકુઇ એક પોશ વિસ્તાર છે અને રાહદારીઓથી ઉભરાય છે, ત્યારે આ મારામારી જોઈ લોકોમાં ભય ફેલાયો હતો. આ હુમલા અંતર્ગત બેન્કની લેવડદેવડ કરી નીકળેલા રાજુ ઓડ નામના ઈસમ પર ગંભીર હુમલો થયો હતો.

હુમલાખોરોએ એટલી તીવ્રતાથી હુમલો કર્યો હતો કે રાજુ ઓડનો પગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેમને સારવાર અર્થે ખસેડાયા છે. અવારનવાર રેતીની લીઝ લેવા બાબતે બે ગ્રુપની મારામારી કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેને પગલે આજે ફરીવાર ગત 24 ઓક્ટોબરની મારામારીમાં શામેલ સભ્યો આ મારામારીમાં પણ શામેલ હોવાને લઈને સંભાવનાઓ જોવાઈ રહી છે. બનાવને પગલે પોલીસ આ કેસમાં તપાસ કરીને આ સમગ્ર મુદ્દાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...