શ્રાધ્ધ મહિમા:પિતૃ પક્ષમાં ધૂપ-ધ્યાન કરતી સમયે બળતા છાણા ઉપર જ પિતૃઓ માટે ભોજન અર્પણ કરવામાં આવે છે

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ ગૌશાળામાં ગાય માટે લીલું ઘાસ અને તેમની દેખરેખ માટે ધનનું દાન કરવું જોઈએ

શનિવાર, 10 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યું છે અને તે 25 સપ્ટેમ્બર સુધી રહેશે. માન્યતા છે કે આ દિવસોમાં પિતૃઓના શુભ કર્મ કરવાથી પરિવારના મૃત સભ્યોની આત્માને શાંતિ મળે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરૂડ દેવને પિતૃ પક્ષનું મહત્ત્વ જણાવ્યુ હતું. મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરના સંવાદ જણાવવામાં આવ્યાં છે. આ સંવાદમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે શ્રાદ્ધ કર્મની શરૂઆત કેવી રીતે થઈ? પિતૃઓ સાથે અગ્નિદેવ પણ ધૂપ-ધ્યાન ગ્રહણ કરે છે

પિતૃ પક્ષમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવામાં આવે છે. બળતા છાણા ઉપર ગોળ, ઘી, ભોજન અર્પણ કરે છે. આવું કરવાથી પિતૃઓ સાથે જ અગ્નિદેવ પણ અન્ન ગ્રહણ કરે છે. માન્યતા છે કે અગ્નિદેવ સાથે ભોજન કરવાથી પિતૃ દેવતા પણ જલ્દી તૃપ્ત થઈ જાય છે. એટલે પિતૃ પક્ષમાં ધૂપ-ધ્યાન કરતી સમયે બળતા છાણા ઉપર જ પિતૃઓ માટે ભોજન અર્પણ કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં કોઈ ગૌશાળામાં ગાય માટે લીલું ઘાસ અને તેમની દેખરેખ માટે ધનનું દાન કરવું જોઈએ. કોઈ તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. ઘરની આસપાસ કૂતરાને પણ રોટલી ખવડાવવી જોઈએ. તેની સાથે જ કાગડા માટે પણ ઘરની છત ઉપર ભોજન રાખવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. આ દિવસોમાં ભાગવત ગીતાનો પાઠ કરવો જોઈએ.

શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણનો અર્થ
પિતૃ પક્ષમાં ઘર-પરિવારના મૃત પૂર્વજોને શ્રદ્ધાથી યાદ કરવામાં આવે છે, તેને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે. પિંડદાન કરવાનો અર્થ એ છે કે આપણે પિતૃઓ માટે ભોજન દાન કરી રહ્યા છીએ. તર્પણ કરવાનો અર્થ એવો થાય છે કે આપણે જળનું દાન કરી રહ્યા છે. આ પ્રકારે પિતૃ પક્ષમાં આ ત્રણ કામનું મહત્ત્વ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...