તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી તાલુકાનાં સાતેમ પંથકમાં આવેલા સાત જેટલા ગામમાં રાત્રિના સમયે દીપડા દેખાવાનાં કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બુટલાવ અને ભુનવાડી ગામમાં મરઘા અને કુતરાનો શિકાર રાત્રીના સમયે થતો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
નવસારી તાલુકાના સાતેમ પંથકમાં 7 જેટલા ગામ આવેલા છે. જેમાં બુટલાવ અને ભુનવાડી ગામમાં બે-ત્રણ દિવસ પહેલા બકરીનો શિકાર કર્યો હતો અને મરઘા, કુતરાને પણ રાત્રિના સમયે દીપડા ઉઠાવી જતા હોવાની વાતો સાંભળવા મળી છે. સ્થાનિકોનાં જણાવ્યાનુસાર શિયાળામાં રાત્રિના સમયે દીપડા શિકાર કરવા નીકળતા હોય છે. બુટલાવ ગામે રાત્રિના સમયે તાજા જન્મેલા વાછરડાનો શિકાર કરવા આવતા બચ્ચાએ અવાજ કરતા ઘરમાલિક ઉઠી જતા દીપડાને જોતા તેને ભગાડવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી મળી છે. અન્ય ગામોમાં પણ રાત્રિના સમયે મરઘા અને કુતરાનો શિકાર કરતા યુવાનોએ જોયો હતો અને આ દીપડાની સંખ્યા ૩ જેટલી હોવાનું પણ જણાવ્યું છે. સાતેમ પંથકમાં 7 જેટલા ગામ આવ્યા હોય તેમાં દીપડા ફરતા હોવાની જાણ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બાબતે જંગલ ખાતાને જાણ કરીને પાંજરા ગોઠવવા માટે જાણ કરાશે તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું.
વનવિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયત્ન કરવામાં આવશે
બુટલાવ ગામે હળપતિવાસમાં ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે એક મરઘા અને કુતરાનો શિકાર કર્યો હતો. ભુનવાડી ગામે બકરીનો શિકાર કરી હોવાની વાત સાંભળી છે. કોઈએ મને જાણ કરી નથી, દીપડા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું,એ બાબતે વન વિભાગને જાણ કરીશું. - અલ્પેશ પટેલ, અગ્રણી, બુટલાવ ગામ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.