તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • At The End Of The Epidemic In Thakkarbapa Vas, The Team Of The Health Department Rushed, The Distribution Of Contaminated Water Was Stopped.

કાર્યવાહી:ઠક્કરબાપા વાસમાં રોગચાળો વધતા અંતે આરોગ્ય વિભાગની ટીમ દોડી, દૂષિત પાણીનું વિતરણ બંધ કરાયું

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામા આવી

નવસારી શહેરના વોર્ડ નંબર ત્રણમાં સમાવિષ્ટ ઠક્કરબાપાવાસમાં ગઈકાલે દસથી વધુ ઝાડા-ઊલટીના કેસ આવ્યાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસારિત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી સાથે જ વિસ્તારમાં 145 લોકોનો સર્વે પણ કરાયો હતો સ્થાનિકો ને કલોરીનની ટીકડી ની પણ વહેંચણી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગની સર્વેની કામગીરી દરમિયાન નવા 10 કેસ પણ નોંધાયા હતા.

ઠક્કરબાપા વાસમાં સ્થાનિક નો જણાવ્યા મુજબ છેલ્લા અનેક સમયથી પીવાના પાણીમાં દૂષિત પાણી મિક્સ થઈ આવી રહ્યું છે પાણી માંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ અનેક વખત પાલિકાને પણ કરવામાં આવી છે છતાં પણ આ મામલે કોઇ જ પગલાં લેવાયા નથી જેથી સંભવિત રીતે દૂષિત પાણીના કારણે 10 થી વધુ ઝાડા-ઊલટીના કેસ આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી ડી.એસ. ભાવસારના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગને ઝાડા-ઊલટીના કેસો આવ્યાની જાણ થતા તાત્કાલીક ઠક્કરબાપા વાસમાં જઈને તપાસ હાથ ધરી હતી અને સર્વે કરાયો હતો સાથે જ દૂષિત પાણી આ વિસ્તારમાં બંધ કરવામાં આવ્યું છે અને કેસ ની સંખ્યા ઘટે તે માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...