નવસારી ડેપો પર વાપીથી અમદાવાદ જતી ST બસમાંથી 8 હજારના દારૂ સાથે એક મહિલા ઝડપાઈ હતી. છેલ્લા લાંબા સમયથી એસ.ટી.બસમાં દારૂની હેરાફેરી સરળ બની હોય તેમ બુટલેગરો આસાનીથી એસ.ટી.માં દારૂની ખેપ મારી રહ્યા છે. ત્યારે આજે નવસારી એસટી બસ ડેપો ખાતે વાપીથી અમદાવાદ જતી બસમાં 8 હજારના દારૂ સાથે એક મહિલાને પોલીસે ઝડપી હતી. ટાઉન પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
દારૂની હેરાફેરીમાં પુરૂષોની સાથે હવે મહિલાઓ પણ કામ કરી રહી છે. મહિલાઓ પર કોઈ પણ શંકા થતી નથી અને મહિલાઓ પોતાની નાની હેન્ડબેગમાં આસાનીથી એક પેટી દારૂ લઈ જઈ શકે છે જેને કારણે બુટલેગરો દ્વારા મહિલાઓને આ ધંધામાં હવે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ત્યારે આજે બસમાંથી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ હતી. આ સમગ્ર મામલે 65 વર્ષીય મહિલા પુષ્પા ખલાસી વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.