નવસારીના ઘેલખડી વિસ્તારમાં રહેતા હસન ઉર્ફે હસીના બસિર શા કિન્નરના ઘરે 2 દિવસ અગાઉ ચોરી થઈ હતી. જેમાં ઘરના બેડરૂમમાં પ્રવેશીને કબાટમાં મુકેલા રોકડા એક લાખ ચાલીસ હાજરની ચોરી કરી થઈ હતી. જેમાં કિન્નરે એ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવાની સાથે ટાઉન પોલીસમાં ફરિયાદ આપી હતી. જેને લઇને પોલીસ દ્વારા માત્ર 24 કલાકમાં જ ગુનાને ઉકેલી કાઢવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે કિન્નર હસન દાપુ ઉઘરાવવા માટે રિક્ષાચાલકને કાયમી રીતે પોતાની સાથે રાખતાં હોય છે. ત્યારે કિન્નરના રિક્ષાચાલક સૌરભની દાનત પૈસા પર બગડતાં તેણે ઘરમાંથી રૂ. 1.40 લાખની ચોરી કરી હતી. જે પોલીસે તપાસને આધારે આરોપી સૌરભ મિશ્રાની ધરપકડ કરી હતી અને પૈસા અને મોબાઇલનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
પૈસાની લાલચ માણસને વફાદારી ભૂલાવીને ખોટા માર્ગે લઈ જાય છે. નવસારીનો આ આરોપી રિક્ષાચાલક છેલ્લા 2 વર્ષથી કિન્નરને ત્યાં રિક્ષા ચલાવવાની કામગીરી કરતો હતો. છતાંય તેણે લાગ જોઈને રૂપિયા ચોરી કરતાં તેને જેલ જવાનો વારો આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.