સહાય:નવસારી જિલ્લામાં 287 કોવિડ મૃતકોના પરિવારજનોને સહાય

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકારના રેકર્ડ પર મૃત્યુ આંક 25 જ બોલે છે
  • હાલ સુધીમાં 537 ફોર્મ ભરાઇને આવી ચૂક્યા છે

નવસારી જિલ્લામાં કોવિડથી થયેલ મૃત્યુનો ગુજરાત સરકારનો સત્તાવાર આંક 25 સામે 287 કોવિડ મૃત્યુની સહાય તેમના પરિવારજનોને ચૂકવી પણ દેવાઈ છે.જિલ્લામાં પણ કોવિડનો મૃત્યુઆંક વિવાદીત રહ્યો છે. જ્યાં જિલ્લાના સ્મશાનગૃહે કોવિડ પ્રોટોકોલથી કરાયેલ અગ્નિદાહની સંખ્યા 1250થી વધુ છે ત્યાં જિલ્લા તંત્રે કોરોના દર્દીનો મૃત્યુઆંક 194 (શુક્રવારે 1 મૃત્યુ થતા 195 થયો) દર્શાવ્યો છે. જેની સામે ગુજરાત સરકારના રેકર્ડ ઉપર તો જિલ્લાનો કોવિડ મૃત્યુઆંક માત્ર 25 જ હાલ બતાવે છે. જોકે હાલ મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવાની શરૂઆત થતા મૃતાંક વધ્યો છે.

કોવિડ મૃત્યુની સહાય ચૂકવવાની શરૂઆત ગુજરાત સરકારના રેકર્ડે બોલતા મૃત્યુઆંક 24 (હવે એક મૃત્યુ વધ્યુ છે)ના પરિવારજનોને ચૂકવવાથી થઈ હતી અને 24માંથી 19ના પરિવારજનોને તુરંત ચૂકવી દેવાઈ છે. હાલ સુધીમાં 24માંથી 22ના પરિવારને ચૂકવી દેવાઈ છે. એકના પરિવારને છોટા ઉદેપુર ચૂકવાઈ છે તો બાકી રહેલ 1 કોવિડ મૃતકના પરિવાર પરદેશમાં છે. હાલ શુક્રવાર સવાર સુધી કોવિડ મૃતકોને ચૂકવાતી સહાયની વિગતો જોતા કોવિડ મૃત્યુ માટે સહાય મેળવવા માટે 537 ફોર્મ ભરાઈને આવી ગયા છે, જેમાં 335ને મંજૂરી મળી છે. આ મંજૂર થયેલામાં 287 કોવિડ મૃતકોના પરિવારજનોને સરકારે 50-50 હજાર રૂપિયા પેટે સહાય ચૂકવી પણ દીધી છે.

અન્ય સમાચારો પણ છે...