તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ પર્વ:આજથી અષાઢી નવરાત્રિ શરૂ, ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવે છે

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય નવરાત્રિની સરખામણીમાં ગુપ્ત નવરાત્રિમાં કરેલી સાધના કઠીન હોય છે

હિંદૂ માન્યતાઓ અનુસાર એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે. જેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રિ ઉપરાંતની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. પહેલી ગુપ્ત નવરાત્રિ માઘ માસના શુક્લ પક્ષમાં જ્યારે બીજી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો સંકલ્પ લઈ પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ પર્વ દેવી ભક્તો માટે ખાસ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિના દિવસોમાં તાંત્રિક સાધના કરવામાં આવે છે.

માન્યતા છે કે, ગુપ્ત નવરાત્રિમાં થતી સાધનાને ગુપ્ત રાખવામાં આવે છે. અન્ય નવરાત્રિની સરખામણીમાં ગુપ્ત નવરાત્રિમાં કરેલી સાધના કઠીન હોય છે પરંતુ તે અધિક ફળદાયી હોય છે. આ નવરાત્રિમાં માતા કાળીની પૂજા કરવાનું વિધાન છે. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 11 થી 18 જુલાઈ સુધી રહેશે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ સામાન્ય રહે છે, જ્યારે માઘ અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત રહે છે.

ગુપ્ત નવરાત્રિમાં વિશેષ રૂપથી તંત્ર-મંત્ર સાથે સંબંધિત ઉપાસના કરવામાં આવે છે. મહાવિદ્યાઓની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવી જોઇએ, નહીંતર પૂજા નિષ્ફળ થઇ શકે છે અથવા પૂજાની વિપરીત અસર પણ થાય છે. એટલે કોઇપણ યોગ્ય બ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ ગુપ્ત નવરાત્રિની પૂજા અર્ચના કરવી જોઇએ.

ગુપ્ત નવરાત્રિ કેમ કહેવામાં આવે છે
હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના સુદ પક્ષના શરૂઆતના 9 દિવસને ગુપ્ત નોરતા કહેવામાં આવે છે કેમ કે, તેમાં ગુપ્ત રૂપથી શિવ અને શક્તિની ઉપાસના કરવામાં આવે છે. સાથે જ દેવીની 10 મહાવિદ્યાઓની પણ સાધના કરે છે. આ નોરતા ખાસ કરીને ગુપ્ત સિદ્ધિઓ મેળવવાનો સમય છે. એટલે તેને ગુપ્ત નોરતા કહેવામાં આવે છે. જ્યારે ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને શારદીય નોરતા (સપ્ટેમ્બર-ઓક્ટોબર)મા સાર્વજનિક રીતે માતાની ભક્તિ કરવાનું વિધાન છે.

અન્ય સમાચારો પણ છે...