• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • As The Government Did Not Bring A Concrete Solution To The Pending Demand Of Anganwadi Women Workers, The Agitation Was Again Fueled

હક્કની માગણી:સરકારે આંગણવાડી મહિલા કર્મચારીઓની પડતર માગ મામલે નક્કર ઉકેલ ન લાવતા ફરીવાર આંદોલનના મંડાણ થયા

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી ત્રણ દિવસ હડતાળ પાડવાની જાહેરાત કરવામાં આવી

ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજે પડતર માગણીઓને લઈને આજે ICDS અધિકારીને આવેદન આપવા સાથે ત્રણ દિવસ હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે.આંગણવાડી કર્મચારી બહેનોની જાન્યુઆરી 2022 થી 17 રજૂઆતો કરવામાં આવી રહી છે. રોજિંદુ કામ મોબાઇલ એપ્લિકેશન દ્વારા અશક્ય હોવા છતાં સરકાર દ્વારા મોબાઈલમાં જ કામ કરવાની ફરજ પાડવામાં આવે છે આવા અનેક પ્રશ્નોની રજૂઆત ભૂતકાળમાં પણ કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા તેનો નક્કર ઉકેલ ન મળતા આજે ફરીવાર આંગણવાડી બહેનોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓને સરકારી કાર્યક્રમોમાં નેતાઓ માટે સભામાં ભીડ એકઠી કરવા તથા સેવા સેતુ કાર્યક્રમમાં છેલ્લા એક માસ સુધી સુપોષિત તથા સશક્ત બાળકના અમલ માટે એક માસ સુધી આંગણવાડી કેન્દ્ર સ્થગિત કરાયા હતા અને ત્યારે પોષણ કે આંગણવાડી પ્રવૃત્તિ કે બાળકોની કોઈ ચિંતા કરાઈ ન હતી આવા અનેક સળગતા પ્રશ્નોના અનેક વખત રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા તેને ઉકેલને લઈને બેઠક પણ કરવામાં આવી છે પરંતુ કોઈ નકલ ઉકેલ મળી શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...