નવસારીમાં હિરા રોકડેથી લેવાના છે તેમ કહીં રાજસ્થાનમાં હીરાના દાગીનાના વેપારી તરીકેની ઓળખાણ આપી નવસારીના હિરાના વેપારી ભૂરાભાઈ દેસાઈ પાસે 28.34 લાખના હિરા લઈને ધોબીવાડમાં આવેલ ઓફિસમાં બોલાવ્યો હતો. ઓફિસમાં હીરા દેખાતા નથી તેમ કહી અજવાળામાં હીરા જોઉં છું તેમ કહી પડદા પાછળ આવેલ દરવાજેથી બાઇક લઈ હીરા લઈને છુમંતર થઈ ગયો હતા.
આ બનાવ બાદ છેતરાયેલા હીરાના વેપારીએ 3 જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઠિયા નિખિલ પટેલને મદદ કરનારા આસિત શાહ અને દિનેશ પાલની હિરાના વેપારીએ ઝડપી પોલીસને સોંપ્યા હતા. આ કેસમાં બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્નેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જે બાઇક પર ભાગી ગયો તે કામદારની હતી
નિખિલ પટેલ હિરાને જોવા અજવાળામાં જોઉં તેમ કહી 28 લાખના હિરા લઈ જઈ જે બાઇક (નં. GJ-21-BP- 4964) ઉપર નિખિલ પટેલ ભાગી ગયો. તે બાઇક તેને ત્યાં કામ કરતા દિનેશ પાલ તેના મિત્ર પાસે લાવ્યો હતો. નોકરી કરતો હોય નોકરી તેમજ મિત્રની બાઇક પણ ગુમાવી હતી.
ફરાર આરોપી નિખિલની તપાસ ચાલુ છે
નિખિલ પટેલ રોકડેથી હિરા ખરીદી કરવાનો હોય ચલણી નોટ ઓફિસમાં લાવ્યો હતો. તે નોટ બાળકે રમે તે નોટ હતી. 2000ના મૂલ્યના 5 બંડલ અને 500ના દરની 23 બંડલ મળી 23 લાખ ચિલ્ડ્રન બેંકની હતી. નોટ જોઈ કોઈને પણ લાગે અસલી જ હશે. નિખિલની તપાસ કરી રહ્યા છે. અન્ય આરોપીના 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. > એમ.આર.વાળા, પીએસઆઈ, નવસારી ટાઉન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.