તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • As The Cost Of The Cage Increased With Government Assistance, The Administrators Appealed To The Private Sector To Come Forward And Help

જવાબદારી:પાંજરાપોળનો ખર્ચ સરકારી સહાયથી વધી જતાં સંચાલકો ખાનગી સંસ્થાઓને આગળ આવી મદદ કરવા અપીલ કરી

નવસારી3 મહિનો પહેલા
  • નગરપાલિકા એક પશુ દીઠ 1500 રૂપિયા ચુકવે છે
  • સરકાર અને નગરપાલિકા તો સહાય કરે છે પણ તે પૂરતી નથી

જીલ્લામાં રખડતા ઢોરોને પકડીને પાંજળાપોળ ખાતે રાખવામાં આવે છે. જ્યાં આ પાંજળાપોળની ક્ષમતા એક હજાર પશુઓની છે. નવસારી સહિત અન્ય વિસ્તારોમાંથી પણ આ જગ્યાએ પશુઓ આવે છે. સરકાર દ્વારા પશુ દીઠ 4 હજાર રૂપિયા પાંજળાપોળને આપવાની જાહેરાત તો કરી છે પરંતુ મળ્યા નથી.

પશુઓની સેવા કરતી પાંજળાપોળ સંસ્થા દાતાઓના દાનથી ચાલતી આવે છે. જોકે કોરોના કાળમાં મહદ અંશે દાતાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડીને પાંજળાપોળ ખાતે લાવવામ આવે છે જ્યાં નગરપાલિકા એક પશુ દીઠ 1500 રૂપિયા ચુકવે છે. કારણકે સરકાર દ્વારા આ પાંજળાપોળને પશુ દીઠ રૂપિયા 4000 આપવાની જાહેરાત કરી છે

પરંતુ હજી સુધી કોઈ રકમ મળી નથી. વહેલી તકે સરકાર દ્વરા જાહેર કરાયેલી સહાય પાંજળાપોળને મળે તો અન્ય દાતા કે નગરપાલિકા પર નિર્ભર રહેવું ન પડે. હાલમાં જે રખડતા ઢોરોનો ત્રાસ શહેરમાં વધી પડ્યો છે ત્યારે પાલીકા આ ઢોરોને પાંજરાપોળમાં મૂકી આવે છે તેની સામે એક ઢોર ના જીવનપર્યંત ના પંદરસો રૂપિયા નિર્વાહ ચુકવવામાં આવે છે મુશ્કેલી એ છે કે પણ છે કે દર મહિનાના ઢોરની નિર્વાહ ખર્ચ હજાર રૂપિયા છે તો કઈ રીતે પાંજરાપોળ આ ખર્ચને પહોંચી વળે તે અંગે સંચાલકો ચિંતામાં છે.

નવસારી વિજલપોર નગરપાલિકા અને રાજ્ય સરકારે મળીને પાંજરાપોળ ને પડી રહેલી આર્થિક મુશ્કેલી હલ કરવાનો કોઈ માર્ગ કાઢવો જરૂરી છે હાલમા દાણ મોંઘું થતા પાંજરાપોળના સંચાલકો સહેલાઇથી પાંજરાપોળ ને કાર્યરત રાખી શકે તે માટે ખાનગી સંસ્થાઓએ પણ આગળ આવવાની જરૂર છે.

સમગ્ર મુદ્દે નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે ભૂતકાળમાં અમે પાંજરાપોળના સંચાલક સાથે મીટિંગ કરી હતી અને તેમને આર્થિક સંકડામણ અંગે સમાધાન લાવવા માટે નગરપાલિકા ધારાસભ્ય ઉપરાંત સાંસદની ગ્રાન્ટમાંથી પણ તેમને મદદ કરી છે અને સાથે જ પંદરસો રૂપિયા પશુ દીઠ આપવાનું નક્કી કર્યું બાદ તેમને આ સહાય નિરંતર આપવામાં આવે છે છતાં પણ જો ભવિષ્યમાં તેમને મદદની જરૂર પડે તો અમે સતત તેમની સાથે જ છીએ.

પાંજરાપોળના સંચાલક અનિલ દવેના જણાવ્યા મુજબ સરકાર અને નગરપાલિકા તો સહાય કરે છે પણ તે પૂરતી નથી પાંજરાપોળમાં હાલમાં 1000 જેટલા પશુઓ રહે છે પણ ચોમાસાની સિઝનમાં તેની સંખ્યા 1200થી વધી જાય છે. તેવામાં એક ઢોર દીઠ પ્રતિદિનનો ખર્ચો 35 રૂપિયા આવે છે જે સરકારની અને પાલિકાની સહાય કરતા ખર્ચ વધે છે ત્યારે તેમણે સામાજિક સંસ્થાઓ પાસે મદદની અપેક્ષા રાખી છે અને તેઓ પણ આગળ આવીને મદદ કરે તો પાંજરાપોળમાં ઢોરની સંખ્યા વધારી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...