• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • As The Controversial Temple Demolition Issue In Navsari's Sarvodaya Nagar Takes On A Political Dimension, The Landowner Presents His Side.

મંદિરનો વિવાદ:નવસારીના સર્વોદય નગરમાં વિવાદિત મંદિરના ડીમોલીશનના મુદ્દાઓ રાજકીય રંગ પકડતા જમીન માલિકે પોતાનો પક્ષ રજૂ કર્યો

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા સપ્તાહથી નવસારીમાં વિવાદિત મંદિરનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો
  • મુદ્દાએ રાજકીય રંગ પકડતા ભાજપના સભ્યોએ રાજીનામાની વાત સામે આવી

નવસારીના સર્વોદય સોસાયટીમાં રસ્તા પર બનેલા ગેરકાયદેસર મંદિરના દબાણને હટાવ્યા બાદ સમગ્ર મુદ્દો રાજકીય રંગ પકડી ચુક્યો છે. ત્યારે સોસાયટીને મળી રહેલા લોક સમર્થનને જોતા આજે જમીન માલિકે પોતાના વકીલ સાથે પત્રકાર પરિષદ યોજી રસ્તાના ઉપયોગ સાથેનો દસ્તાવેજ હોવા, તેમજ સોસાયટીએ રસ્તાના ઉપયોગ મુદ્દે ઠરાવ કર્યાના પુરાવા રજૂ કરી, સોસાયટીએ બનાવેલ મંદિર ગેરકાયદેસર હોવાનો પક્ષ મુક્યો હતો.

જમીન માલિકે પોતાનો પક્ષ રજૂ કર્યો
નવસારીના જમાલપોરની સર્વોદય સોસાયટીની પાછળ આવેલી 1.50 લાખ ચોરસ ફૂટ જમીન મુંબઈના RV ગ્રુપ તેમજ અન્ય બે ભાગીદારોએ વર્ષ 2008 માં લીધી હતી. પરંતુ આ વર્ષના પ્રારંભે જ જમીન માલિકોએ ડેવલપમેન્ટ શરૂ કરતા સર્વોદય સોસાયટીએ રસ્તા સાથેના પ્લોટમાં મંદિર બનાવી દેતા વિવાદ શરૂ થયો હતો. જેમાં ગત 25 જુલાઈની સાંજે નુડાના અધિકારીઓએ મંદિરનું દબાણ પોલીસની મદદથી હટાવ્યુ હતુ. મંદિર હટાવ્યા મુદ્દે રાજકીય રંગ પકડવા સાથે લોક સમર્થન પણ ઉભુ થઈ રહ્યુ છે. ત્યારે આજે જમીન માલિક વિપુલ શાહે પોતાના વકીલ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સમગ્ર વિવાદમાં રસ્તાના ઉપયોગ માટે સોસાયટીએ જ બીનઅવેજ દસ્તાવેજ કરવા સાથે સોસાયટીમાં ઠરાવ પણ કર્યા હોવાના પુરાવા રજૂ કરી, પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

વર્ષ 1990થી આજ દિન સુધીમાં જમીનના વેચાણથી લઈ કાયદાકીય કાર્યવાહીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ જમીન વર્ષ 1992-93 માં NA થઈ હતી. જે જમીનમાં જવા માટે સર્વોદય સોસાયટીમાંથી રસ્તો માંગ્યો હતો, જે મુદ્દે સોસાયટી સાથે વર્ષ 1998 માં કોર્ટમાં રસ્તા માટે બીનઅવેજ દસ્તાવેજ થયો હતો. જેમાં સોસાયટીના જ બે સભ્યોની સહી છે. ત્યારે સોસાયટીએ પોતે રસ્તાના ઉપયોગ માટે કાયદાકીય રીતે મંજૂરી આપ્યા બાદ રસ્તા પર મંદિરનું દબાણ ઉભુ કરતા, એને કાયદાકીય પ્રક્રિયા બાદ જ હટાવવામાં આવ્યુ હોવાનો પક્ષ મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...